Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ· રેખાદર્શન
૧પ૭ની સાલમાં ડૂંઈક પાંચ વહાણો લઈ ને સ્પેનનાં સંસ્થાનો લૂટવાને નીકળી પડયો. તેની આ ધાડમાં તે સફળ થયા પણ તેમા તેણે પોતાનાં ચાર વહાણા ગુમાવ્યાં. પાંચમાંનું ‘· ગોલ્ડન હાઈન્ડ ’ નામનું એક જ વહાણુ પ્રશાન્ત મહાસાગરમાં પહોંચ્યું અને એ વહાણમાં બેસીને ડ્રેઈક કેપ ઑફ ગુડ હોપ થઈ ને ઇંગ્લેંડ પા કર્યાં. આ રીતે તે આખી પૃથ્વીની ફરતે ફરી વળ્યો અને ‘ગાલ્ડન હાઈન્ડ ' આવી પ્રદક્ષિણા કરનાર બીજું વહાણ હતું. પૃથ્વીની પહેલવહેલી પ્રદક્ષિણા કરનાર વહાણ મૅગેલનનું ‘વિટ્ટોરિયા’ હતું. ‘ ગોલ્ડન હાઈન્ડ ’ને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ત્રણ વરસ લાગ્યાં હતાં.
૫૮
સ્પેનના રાજાની દાઢીને આંચ લગાડવાની રમતે થોડા જ વખતમાં ઇંગ્લેંડને આફતમાં ઉતાર્યું અને ઇંગ્લેંડ તથા સ્પેન વચ્ચે લડાઈ જાગી. ડચ લેકા ! કયારનાયે સ્પેન સામે લડતા જ હતા. એ યુદ્ધમાં પોટુગાલ પશુ સંડેવાયું હતું કેમકે કેટલાંક વરસેથી સ્પેન તથા પોર્ટુગાલ એ બંને દેશે! ઉપર એક જ રાજા રાજ્ય કરતા હતા. પોતાની ચીવટ અને ખાસ કરીને તે પોતાના નસીબને અળે ઇંગ્લંડ આ યુદ્ધમાંથી યશસ્વી રીતે પાર ઊતર્યું. અને તેથી આખું યુરોપ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું. તને યાદ હશે કે ઇંગ્લેંડને જીતી લેવા માટે સ્પેને રવાના કરેલા પોતાના અજેય નાકા કાફલા ' છિન્નભિન્ન થઈ ગયા. પણ અત્યારે તે! આપણે પૂર્વના પ્રદેશો પૂરતી જ વાત કરવી છે.
(
અંગ્રેજ તથા ડચ એ અને લેાકેાએ દૂર પૂર્વના . મુલકા ઉપર ચડાઈ કરી અને સ્પેનવાસીઓ તથા ફિરંગી ઉપર હુમલો કર્યો. સ્પેનવાસી તે બધા ફિલિપાઈન ટાપુઓમાં એકત્ર થયા હતા એટલે તે તેના સહેલાઈથી બચાવ કરી શકયા. પરંતુ કિર્ગીઓને ભારે ટકા લાગ્યા. રાતા સમુદ્રથી માંડીને છેક મલાકાના તેજાનાના ટાપુ સુધી તેમનું પૂર્વનું સામ્રાજ્ય ૬૦૦૦ માઈલના વિસ્તારમાં ફેલાયેલું હતું. ઈરાનના અખાતમાં એડન પાસે, સિલેનમાં, હિંદના કિનારા ઉપર અનેક ઠેકાણે તેમનાં થાણાં હતાં. અને પૂર્વના બધા ટાપુઓ તથા મલાયા ઉપર તો અલબત ઠેકઠેકાણે તેમનાં ઘણાં હતાં જ. પણ ધીમે ધીમે તે પોતાનું પૂર્વનું સામ્રાજ્ય ખાઈ બેઠા. શહેર તથા તેમની વસાહતો એક પછી એક અંગ્રેજો અથવા તો ડચ. લોકાના હાથમાં ગઈ. ૧૯૪૧ની સાલમાં મલાક્કા સુધ્ધાં પડયું. હિંદમાં તેમજ અન્યત્ર જૂજાજ મા માત્ર તેમન! હાથમાં રહ્યાં. પશ્ચિમ