Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન ચાલ બહુ માનીતે થઈ પડ્યો હતો. આમ ચાર્લ્સ, પિતાની કશી લાયકાત વિના લગભગ અડધા યુરોપનો શાસક બન્યો અને થોડા સમય માટે તે તે એક મહાપુરુષ છે એ ભાસ પણ પેદા થયો હતો. તેણે પ્રોટેસ્ટની વિરુદ્ધ પોપને પક્ષ કરવાને નિર્ધાર કર્યો. કેમકે, રેફર્મેશનની કલ્પનાની સાથે સામ્રાજ્યની કલ્પનાનો મેળ ખાય એમ નહતું. પરંતુ જર્મનીના ઘણુંખરા નાના રાજાઓ પ્રોટેસ્ટ ટોના પક્ષમાં ભળ્યા. આમ, આખા જર્મનીમાં બે પક્ષે ઊભા થયા --- રોમન અથવા પોપના પક્ષકારે અને લ્યુથરના પક્ષકારે. એને પરિણામે જર્મનીમાં સ્વાભાવિક રીતે જ આંતરવિગ્રહ ફાટી નીકળે.
ઇગ્લેંડમાં ઘણું લગ્ન કરનાર આઠમે હેવી પિની વિરુદ્ધ પડ્યો અને તેણે પ્રેટેસ્ટટેની તરફેણ કરી – અથવા કહો કે પિતાની જ તરફેણ કરી. ચર્ચની મિલકત ઉપર એની લેભી નજર હતી અને રેમ સાથે સંબંધ તોડી નાખ્યા પછી તેણે દેવળો તથા મની કીમતી જમીને જપ્ત કરી. પિપની સાથે સંબંધ તોડી નાખવાનું તેનું અંગત કારણું તે એ હતું કે પોતાની પત્ની સાથે છુટાછેડા કરી તેને કોઈ બીજી બાઈ સાથે લગ્ન કરવું હતું.
ક્રાંસની સ્થિતિ કંઈક વિચિત્ર પ્રકારની હતી. એ સમયે રાજાને વડા પ્રધાન કાડિનલ રિશેલિયે હતે. ફ્રાંસના ઈતિહાસમાં એનું નામ મશદર છે. રાજ્યની લગામ લગભગ તેના જ હાથમાં હતી. રિશેલિયાએ માંસને રોમ તથા પિપને પક્ષે રાખ્યું અને ત્યાંના પ્રોટેસ્ટને તેણે કચરી નાખ્યા. પણ રાજનીતિના કાવાદાવાઓની બલિહારી છે કે એ જ રિશેલિયાએ જર્મનીમાં પ્રોટેસ્ટંટ સંપ્રદાયને ઉત્તેજન આપ્યું કે જેથી ત્યાં આગળ આંતરવિગ્રહ સળગે અને પરિણામે જર્મની નબળું પડે તથા ત્યાં એકતા થવા ન પામે ! ક્રાંસ તથા જર્મની વચ્ચેની પરસ્પર દુશ્મનાવટ યુરોપના ઈતિહાસમાં સળંગસૂત્ર માલૂમ પડે છે.
લ્યુથર મહાન પ્રેટેસ્ટંટ હતું અને રેમની સત્તને તેણે સામને કર્યો હતો. પરંતુ એથી કરીને તે ધાર્મિક બાબતમાં સહિષ્ણુ હતે એમ માની લઈશ નહિ. જેની સામે તે લડી રહ્યો હતો તે પાપના એટલે જ તે પણ અસહિષ્ણુ હતું. એટલે “રેફર્મેશનને કારણે યુરોપમાં ધાર્મિક સ્વાતંત્ર્ય ન આવ્યું. તેણે “પૂરીટન” અને “કાલ્વિનિસ્ટ' યા કાલ્વિન નામના ધર્મોપદેશકના અનુયાયીઓ જેવા નવીન પ્રકારના ધમધ લેકે પિદા કર્યા. કાલ્વિન એ પ્રોટેસ્ટંટ હિલચાલના પાછળના