Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૮૮
જગતના ઇતિહાસનુ’ રેખાદર્શન
થયેલી આ નવી ભાવનાને ઇન્કવઝીશનના તરેહતરેહના ભીષણ ત્રાસા પણ દબાવી શકે એમ નહેતું. એ ભાવના તો ફેલાતી જ ગઈ અને એક મેટા જમીનદાર તરીકે ચર્ચ સામેના ખેડૂતોના રેપનો તેમાં ઉમેરો થયા અને સ્વાથી કારણાથી પ્રેરાઈ ને ઘણે ઠેકાણે રાજાએ કિસાનાની આ ભાવનાને ઉત્તેજન આપ્યું. ચર્ચની અઢળક મિલકત ઉપર તેમની ઇર્ષ્યાળુ અને લેભી આંખ હતી. બાખલ તથા ઈતર પુસ્તકાની છપાઈએ આ ધ્રુમાતા અગ્નિમાં ઘી રેડયું.
સોળમી સદીના આરંભમાં જર્મનીમાં માર્ટિન લ્યૂથર નામના પુરુષ પેદા થયા. આગળ ઉપર તે ચર્ચ સામેના બળવાના મહાન નાયક થવાના હતા. તે એક ખ્રિસ્તી પાદરી હતા, પરંતુ રામની યાત્રા પછી તે ત્યાંનાં વૈભવવિલાસ તથા ભ્રષ્ટાચાર નિહાળીને ત્રાસી ઊડ્યો. વાદવિવાદને આ ઝઘડા ઉત્તરોત્તર વધતા જ ગયા. તે એટલે સુધી કે એથી રામન ચર્ચીમાં બે ભાગલા પડી ગયા તથા પશ્ચિમ યુરોપ પણ ધાર્મિ ક તેમજ રાજકીય એ બંને બાબતામાં બે ભાગમાં વહેંચાઈ ગયું. રશિયાનું પુરાણું İડૉકસ ગ્રીક ચ` આ ઝઘડાથી અળગું રહ્યું. એની દૃષ્ટિએ તો ખુદ રામ પણ સાચા ધર્મથી બહુ વેગળું હતું.
:
આ રીતે પ્રોટેસ્ટટ' ખંડના આરંભ થયો. રામન ચ યા ધર્માંતત્રની ઘણીખરી માન્યતાઓ સામે તેણે ‘ પ્રોટેસ્ટ ’ એટલે કે વિરોધ ઉઠાવ્યો તેથી કરીને એ ‘ પ્રોટેસ્ટંટ ' ખંડ તરીકે ઓળખાયું હતું. એ સમયથી પશ્ચિમ યુરોપમાં ખ્રિસ્તી ધર્મના બે મુખ્ય ભાગ પડ્યા છે. રોમન કૅથલિક તથા પ્રોટેસ્ટંટ. પરંતુ પ્રોટેસ્ટંટો પણ ભિન્ન ભિન્ન અનેક સંપ્રદાયામાં વહેંચાઈ ગયા છે.
--
*
ચર્ચ સામેની આ ચળવળ અથવા આંદોલનને રેક્સે શન કહેવામાં આવે છે. મુખ્યત્વે કરીને ચર્ચની આપખુદી તથા ભ્રષ્ટાચારની સામે એ જનતાને બળવા હતા. એની સાથે સાથે ઘણા રાજા પોપના તેમના ઉપર દોર ચલાવવાના બધા પ્રયાસાને અંત આણવા ચહાતા હતા. પોતાની રાજકીય બાબતોમાં પાપની દખલગીરી સામે તેમને ભારે અણગમા હતા. આ ઉપરાંત રામના ચ યા ધતંત્રને વાદાર રહેનાર પાદરી વગે તેને આંતરિક સડા દૂર કરવાનો પ્રયાસ કર્યાં એ ‘ રેક્મેશન’નું ત્રીજું અંગ હતું.
ચના એ સાધુસÀ— ફ્રાંસિસ્કન સંધ તથા ડોમિનિકન સધ - વિષે તને સ્મરણ હશે એમ હું માનું છું. ૧૬ મી સદીમાં, જે અરસામાં