Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૭૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન આગળ વધ્યું અને ગુમાવેલા વખતની ખોટ તેણે પૂરી દીધી. યુરોપની પ્રજાઓને પકડી પાડીને તે તેમની હરોળમાં આવી ગયું તથા તેમની જ રમતમાં તેણે તેમને શિકસ્ત આપી.
ઇતિહાસની શુષ્ક રૂપરેખા કેટલી બધી નીરસ અને એમાં આવતાં પાત્રે કેટલાં ક્ષીણ અને નિર્જીવ લાગે છે ! પરંતુ પ્રાચીન સમયમાં લખાયેલું પુસ્તક આપણે કઈક વાર વાંચીએ છીએ ત્યારે આપણને મૃત ભૂતકાળ સજીવ થતા લાગે છે, રંગમંચ આપણી બહુ નજીક આવેલે જણાય છે અને જીવતાજાગતાં તથા પ્રેમ અને ઈર્ષ્યાભર્યા મનુષ્યો તેના ઉપર હરવા ફરવા માંડે છે. પ્રાચીન જાપાનની એક લાવણ્યવતી સ્ત્રી વિષેની ચોપડી મેં વાંચી છે. એ સ્ત્રીનું નામ મુરાસાકી હતું અને આ પત્રમાં મેં જે આંતરવિગ્રહ વિષે લખ્યું છે તે પહેલાં સેંકડો વરસ ઉપર તે થઈ ગઈ છે. તેણે જાપાનના સમ્રાટના દરબારના પિતાના જીવનને લાંબો હેવાલ લખે છે. દરબારની ક્ષુલ્લક વાતે તથા તેના પ્રેમપ્રસંગેના તાદશ ચિતાર આપતા તેના કેટલાક ઉતારા મેં વાંચ્યા ત્યારે એ મુરાસાકી મારી સમક્ષ જીવતી જાગતી સ્ત્રી બની ગઈ અને જાપાનના રાજદરબારની કલાપૂર્ણ પણ મર્યાદિત દુનિયાનું તાદશ ચિત્ર મારી નજર આગળ ખડું થયું.