Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન તે મંડ્યો રહ્યો. તે દુઃખી માણસ હતો અને વસ્તુઓની ભીતરમાં રહેલા રહસ્યની શોધમાં નિરંતર મગ્ન રહેતો હતો. તે હમેશાં વિચારમગ્ન રહે તથા માણસને દિંગ કરી નાખે એવા મહાન કાર્યો પાર પાડવાના પ્રયત્નમાં મંડ્યો રહે. એક વખતે તેણે કહ્યું હતું કે, “ચિતારો પિતાના મગજથી ચિત્ર ચીતરે છે હાથથી નહિ.”
આ ત્રણમાં લિયેનાÈ ઉંમરમાં બધાથી વડે હતું. તેમજ ઘણી રીતે તે સૌથી વધારે વિચક્ષણ હતું. સાચે જ પિતાના જમાનાને તે સૌથી વધારે અદ્ભુત પુરુષ હતા. અને યાદ રાખજે કે એ યુગમાં ઘણા મહાપુરુષો થઈ ગયા છે. તે એક મહાન ચિત્રકાર અને મૂર્તિકાર હતું તેમજ ભારે વિચારક અને વૈજ્ઞાનિક પણ હતા. તે નિરંતર પ્રયોગ તથા બારીક નિરીક્ષણ કર્યા કર અને વસ્તુઓનું આદિ કારણ શોધવાને મળ્યા કરતે. આધુનિક વિજ્ઞાનને પાયે નાંખનાર મહાન વૈજ્ઞાનિકોમાં તે પ્રથમ હતું. તે કહે કે, “દુનિયામાં સર્વત્ર તમને કંઈ ને કંઈ જાણવાનું મળી રહે એવી ગેકવણ કપાળ પ્રકૃતિએ કરી રાખી છે. તેણે આપમેળે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ૩૦ વરસની ઉંમરે તેણે આપમેળે ટન તથા ગણતને અભ્યાસ શરૂ કર્યો. તે એક મહાન ઇજનેર પણ થયો તથા માણસના શરીરમાં લેહી ફરતું રહે છે એ શેધ પણ પહેલવહેલી તેણે જ કરી હતી. શરીરની રચના નિહાળીને તે છક થઈ ગયા હતા. તે કહેતો કે, કુટેવમાં પડેલા અને ટૂંકી સમજવાળા અણઘડ માણસે મનુષ્ય શરીર જેવા ઝીણવટભરી બનાવટના સુંદર યંત્રના અધિકારી નથી. તેમને તે ખેરાક લેવા તથા તેને બહાર કાઢવા માટે એક કોથળો જ મળે જોઈએ; કેમકે તેઓ રાકનળીઓ નહિ તે બીજું શું છે!' તે પિતે શાકાહારી હતી અને પ્રાણીઓ ઉપર તેને ખૂબ પ્રેમ હતે. બજારનાં પાંજરામાં પૂરવામાં આવેલાં પક્ષીઓને ખરીદી તેમને તરત જ છેડી મૂકવાને તેને શોખ હતો.
સૌથી વધારે આશ્ચર્યકારક તે હવામાં ઊડવાને તેનો પ્રયાસ હતે. એમાં તે સફળ ન થયે એ ખરું, પરંતુ એ દિશામાં તેણે ઠીક ઠીક પ્રગતિ કરી હતી. તેના પ્રયોગે તથા સિદ્ધાન્તની પાછળ પડનાર તેના પછી બીજે કાઈ ન નીકળે. એના પછી એના જેવા બે ત્રણ લિયોનાર્થે થયા હતા તે આજનાં એરોપ્લેને કદાચ બસે ત્રણ વરસ પહેલાં શોધાયાં હોત. એમ કહેવાય છે કે, “તેનું જીવન પ્રકૃતિ સાથેના સુસંવાદરૂપ હતું. તે હમેશાં સવાલ ઊભા કર અને પ્રયોગો વડે તેમના