Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
અસમર્થ બની ગયા હતા. આમ, તેમને ઇતિહાસ પ્રસંગાપાત્ત રસપ્રદ અને છે એ ખરું પરંતુ તે ધટનાઓ અને રાજકર્તાઓની નોંધરૂપ બની જાય છે અને પ્રજાકીય ચળવળાનું મ્યાન તેમાં ઝાઝું મળતું નથી. ચીનની બાબતમાં આ કેટલું ખરું છે તેની મને ખબર નથી, પણ હિંદુસ્તાનની બાબતમાં તે કેટલાંયે સૈકાંઓથી આ સ્થિતિ વ`તી હતી એ નિર્વિવાદ છે. અને આપણા લકાની આજ સુધી ઊતરી આવેલી દુર્દશા હિંદમાં તે સમયે પેદા થયેલાં બધાં અનિષ્ટોને આભારી છે.
વળી હિંદમાં ખીજી એક એ વૃત્તિ જોવામાં આવે છે કે લેાકેા પાછળ જોવા ચહાતા હતા, આગળ નહિ. ભૂતકાળમાં તેમણે જે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હતી તેના તરફ તેમની નજર હતી, ભાવિમાં તેમણે પ્રાપ્ત કરવાની ઉચ્ચ સ્થિતિ તરફ નહિ. આમ આપણા દેશબંધુએ વીતી વાતને માટે આંસુ સારતા હતા અને આગળ વધવાને બદલે કાઈ પણ હુકમ કરતા આવે તેને વશ વતા હતા. સામ્રાજ્યા, આખરે તો જેમના ઉપર તેમને દાર હોય તે લકાની પરવશતા ઉપર જેટલા પ્રમાણમાં નભે છે તેટલાં પોતાની તાકાત ઉપર નભતાં નથી.
૪૦