Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન થયે. રેફર્મેશન' એટલે કે ધર્મસુધારણની ચળવળ એ મન ચર્ચ સામેનો બળ હતે. “રેફર્મેશન' એ એક પક્ષે ચર્ચમાં પેસી ગયેલા સડાની સામેને જનસમુદાયને બળવો તે; બીજે પક્ષે તેમના ઉપર દર ચલાવવાના પપના દાવા સામે યુરોપના રાજાઓનું તેની સામેનું એ બંડ હતું અને ત્રીજું, ચર્ચને આંતરિક સડે સાફ કરવાને એ પ્રયત્ન પણ હતા. “રેવોલ્યુશન’ અથવા ક્રાંતિ એ રાજાઓને અંકુશમાં રાખવા તથા તેમની સત્તાને મર્યાદિત કરવા માટેની બુર્ઝા થા મધ્યમ વર્ગના લેકની રાજકીય લડત હતી.
આ બધી ચળવળોની પાછળ જે એક બીજું બળ પણ કાર્ય કરી રહ્યું હતું તે મુદ્રણકળા હતી. તને યાદ હશે કે ચીના લેક પાસેથી આ કાગળ બનાવવાની કળા શીખ્યા હતા. અને યુરોપ એ કળા તેમની પાસેથી શીખ્યું. પરંતુ કાગળ સાંધા અને પૂરતા પ્રમાણમાં બહુ લાંબા વખત પછી પેદા થવા લાગ્યા. ૧૫મી સદીના છેવટના ભાગમાં હેલેંડ, ઇટાલી, ઈંગ્લેંડ, હંગરી વગેરે યુરોપના જુદા જુદા દેશમાં ચોપડીઓ છપાવા લાગી. કાગળ અને છાપવાનું કામ સાર્વત્રિક થયું તે પહેલાંની દુનિયા કેવી હશે તેની કલ્પના કરો કરી જે. પુસ્તકે, કાગળે અને છાપકામથી આજે આપણે એટલાં બધાં ટેવાઈ ગયાં છીએ કે તે સિવાયની દુનિયાની કલ્પના સરખી કરવી પણ મુશ્કેલ થઈ પડે છે. છાપેલી ચોપડીઓ વિના ઘણા લેકને વાંચતાં લખતાં શીખવવું પણ લગભગ અશક્ય છે. એ પરિસ્થિતિમાં અતિશય શ્રમ ઉઠાવીને પુસ્તકની હાથે લખીને નકલ કરવી પડે અને બહુ જ ઓછા લે કે તેને લાભ લઈ શકે. ભણાવવાનું કામ મોટે ભાગે મોઢેથી જ થાય અને વિદ્યાર્થીઓને બધું ભણતર જિદ્વાચ્ચે જ રાખવું પડે. અસલી ઢબે ચાલતા મકતબો તથા પાઠશાળાઓમાં આજે પણ એ રીતે શિક્ષણ અપાતું તું જોઈ શકે છે.
કાગળ અને મુદ્રણકળાના ઉદ્ભવથી ભારે પરિવર્તન થાય છે. શાળાનાં પાઠ્યપુસ્તક તથા ઈતર પુસ્તકો છાપેલાં બહાર પડે છે. અને ઘેડા જ વખતમાં લખીવાંચી જાણનારાઓની સંખ્યા વધી જાય છે.
અને લેકે જેમ જેમ વધારે વાંચતા થાય છે તેમ તેમ તેઓ વધારે વિચાર કરતા પણ થાય છે. (પણ આ વિધાન વિચારપ્રેરક પુસ્તકને જ લાગુ પડે છે; આજકાલ થોકબંધ બહાર પડતાં રદ્દી પુસ્તકોને નહિ) અને માણસ વધારે વિચાર કરતે થાય છે તેમ તેમ તે ઉપસ્થિત પરિ. સ્થિતિનું વધારે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા માંડે છે તથા તેના