Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રેનેસાંસ અથવા નવજીવનને યુગ - ૪૮૩ જવાબો શોધવાનો પ્રયત્ન કરતે. તે નિરંતર આગળ વધ્યે જતો હતો અને ભવિષ્યને પિતાની પકડમાં લેવા પ્રયત્ન કરતે હતે. મેં ફૉરેન્સના આ ત્રણ મહાપુરુષો વિષે, અને ખાસ કરીને લિયોનાર્દો વિષે વિસ્તારથી લખ્યું છે કેમકે, તેના ઉપર હું ફિદા છું. કાવાદાવાઓ તથા તેના આપખુદ અને દષ્ટ શાસકાના વૃત્તાન્તથી ભરેલ ફૉરેન્સના પ્રજાતંત્રને ઈતિહાસ બહુ રસિક કે બધપ્રદ નથી. પરંતુ તેણે જે મહાપુરુષ પેદા ક્ય તેથી કરીને ફલોરેન્સનાં ઘણાં દૂષણે – તેના વ્યાજખાઉ શરાફેને પણ !– દરગુજર કરી શકાય. તેના આ મહાન પુત્રની છાયા ફલોરેન્સમાં આજે પણ મેજૂદ છે અને જ્યારે આપણે આ રમણીય શહેરમાંથી અથવા તે તેના મધ્યકાલીન પુલની નીચેથી વહેતી રમ્ય આર્ને નદીને કઠે કાંઠે પસાર થઈએ છીએ ત્યારે આપણું મન ઉપર જાણે જાદુઈ અસર થાય છે અને ભૂતકાળ જીવતાજાગતે આપણી નજર આગળ ખડે થાય છે. દાતે તથા તેની પ્રિયતમા બિયેટીસ આપણી આગળથી પસાર થાય છે અને પિતાની મંદ ખુશબો પાછળ મૂકતાં જાય છે. અને વિચારમાં ગરકાવ થઈ ગયેલ તથા જીવન અને પ્રકૃતિની ગહનતાનું ચિંતન કરતે લિયેનાર્દો તેની સાંકડી શેરીઓમાંથી જાણે પસાર થતા હોય એ આપણને ભાસ થાય છે.
આમ, “રેનેસાંસ અથવા નવજીવનને યુગ પંદરમી સદીમાં ઈટાલીમાં ફૂલીફાલીને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમના દેશમાં પ્રસર્યો. મહાન કળાકરેએ એ કાળમાં પથ્થર તથા પટમાં પ્રાણ પૂરવાને પ્રયત્ન કર્યો અને યુરોપનાં ચિત્રાલયો તથા સંગ્રહસ્થાને તેમનાં ચિત્રો તથા મૂર્તિ ઓથી ભરાઈ ગયાં. સોળમી સદીના અંત સુધીમાં ઈટાલીમાં કળાના ક્ષેત્રની આ ચેતના ઓસરવા લાગી. સત્તરમી સદીમાં હેલેંડે મહાન ચિત્રકારો પેદા કર્યા. એમાં રેમબ્રાન્ડ સૌથી વધારે પ્રખ્યાત છે. એ અરસામાં સ્પેનમાં વેલાસ્કેઝ નામને ચિત્રકાર થયો. પણ હવે હું વધારે નામે નહિ ગણાવું. કેમકે ગણાવી શકાય એવાં તે કેટલાયે નામો છે. જે તને મહાન ચિત્રકામાં રસ હોય તે ચિત્રાલયમાં જઈને તારે તેમનાં ચિત્રો જેવાં જોઈએ. કેવળ ચિત્રકારોનાં નામે જાણવાને ઝાં અર્થ નથી. તેમની કળા તથા તેમણે સરજેલું સંદર્ય એ જ આપણને પ્રેરણાદાયી હોય છે.
આ કાળ દરમ્યાન, એટલે કે પંદરમીથી સત્તરમી સદી સુધીના સમયમાં વિજ્ઞાન પણ ધીમે ધીમે પ્રગતિ સાધે છે અને પિતાનું સ્થાન