Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રેનેસાંસ અથવા નવજીવનને યુગ ૪૮૫ સમયથી એ ભાષાઓ પ્રચારમાં આવી હતી અને ઈટાલીએ તે પિતાની ભાષાના મહાકવિઓ પણ પેદા કર્યા હતા એ આપણે આગળ જોઈ ગયાં. ઇંગ્લંડમાં ચોસર કવિ થઈ ગયું. પરંતુ યુરોપભરના વિદ્વાને તથા પાદરીઓની ભાષા લૅટિનનો એ બધી ભાષાઓ ઉપર ભારે પ્રભાવ હતું. બીજી બધી ભાષાઓ ગ્રામ્ય, પ્રાકૃત અથવા તે વર્નાક્યુલર કહેવાતી. આશ્ચર્યની વાત તે એ છે કે ઘણા લેકે હજીયે હિંદની ભાષાઓ માટે એ શબ્દનો ઉપયોગ કરે છે. એ ભાષાઓમાં લખવું એ હિણપતભર્યું લેખાતું. પરંતુ પ્રસરતા જતા નવા ચેતને તથા કાગળ અને મુદ્રણકળાએ આ ભાષાઓને આગળ પાડી. ઈટાલિયન ભાષા પહેલવહેલી આગળ આવી; પછી ફ્રેંચ, અંગ્રેજી અને સ્પેનિશ. જર્મન ભાષા સાથી છેલ્લી આગળ આવી. ફ્રાંસમાં સોળમી સદીના કેટલાક નવલહિયા લેખકોએ લૅટિનમાં નહિ પણ સ્વભાષામાં લખવાને તથા ઉત્તમ કોટિના સાહિત્યસર્જન માટેનું તે યોગ્ય વાહન બની શકે ત્યાં સુધી પિતાની “ગ્રામ્ય ભાષાને સુધારવાનો સંકલ્પ કર્યો.
આ રીતે યુરોપની ભાષાઓની પ્રગતિ થઈ તેમની તાકાત તથા સમૃદ્ધિ વધી અને અંતે તે આજે જેવી છે તેવી સુંદર બની. બધા પ્રખ્યાત લેખકોનાં નામ તે હું નહિ ગણાવું પણ થડાકને ઉલ્લેખ કરીશ. ૧૫૬૪થી ૧૬૧૬ની સાલ દરમ્યાન ઈંગ્લંડમાં નામી કવિ શેકસપિયર થઈ ગયો અને સત્તરમી સદીમાં તેની પછી તરત જ પેરેડાઈઝ લેસ્ટરને લેખક અંધ કવિ મિલ્ટન થયે. કાંસમાં ડેકાર્ટ નામનો ફિલસૂફ તથા મેલિયર નામને નાટકકાર થઈ ગયો. શેકસપિયરના સમયમાં સ્પેનમાં ડૉન કિવકઝોટના લેખક સર્વેન્ટીસ થઈ ગયો.
બીજા એક પુરુષને પણ અહીં હું ઉલ્લેખ કરીશ. તે મહાપુરુષ હતે એટલા ખાતર નહિ પણ તે ઠીકઠીક નામીચો છે એટલા માટે. એનું નામ મેકિયાવેલી. તે ફૉરેન્સને વતની હતે. પંદરમી-સોળમી સદીનો તે એક સામાન્ય મુત્સદ્દી હતા. પણ પ્રિન્સ ” નામનું તેનું એક પુસ્તક ઘણું વિખ્યાત થયું. આ પુસ્તક આપણને તે સમયના રાજાઓ તથા મુત્સદ્દીઓના માનસની કંઈક ઝાંખી કરાવે છે. મૅકિયાવેલી કહે છે કે રાજ્ય ચલાવવા માટે ધર્મ આવશ્યક છે. પણ યાદ રાખજે કે લેકીને સગુણી બનાવવા નહિ પણ તેમના ઉપર શાસન કરવા તથા તેમને દબાયેલા રાખવા માટે ધર્મને આવશ્યક ગણવામાં આવ્યો હતે. તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે રાજા પોતે જેને પાખંડ માનતે