Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
४७७
યુરેપમાં સક્ષેભ નહોતાં. પણ આપણે આગળ ઉપર જોઈશું કે તે પ્રેટેસ્ટંટ અને કૅથલિક વચ્ચેનાં ધાર્મિક તેમજ નેધરલેંડના જેવાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેનાં રાષ્ટ્રીય યુદ્ધો તથા રાજાની નિરંકુશ અને આપખુદ સત્તા સામેના બુર્ઝવા અથવા મધ્યમ વર્ગનાં બંડે હતાં. આ બધી વસ્તુઓ તને મૂંઝવનારી લાગતી હશે, ખરું? બેશક, એ મૂંઝવનારી અને ગૂંચવણભરી છે ખરી. પરંતુ મેટી મટી ઘટનાઓ અને આંદોલનને નજરમાં રાખીશું તે જ આપણને તેમાં કંઈક સમજ પડશે.
ખેડૂતવર્ગ સંકટોમાં કૂખે હતા તથા ભારે હાડમારી વેઠી રહ્યો હતું અને તેને પરિણામે ખેડૂતોનાં યુદ્ધો થયાં એ વસ્તુ પ્રથમ લક્ષમાં રાખવી જોઈએ. બુઝવા અથવા મધ્યમ વર્ગને ઉદય થયો તથા ઉત્પાદનનાં સાધને વિકસવા લાગ્યાં એ બીજી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. વસ્તુઓ ઉત્પન્ન કરવાના કાર્યમાં વધારે મજૂરો રોકાવા લાગ્યા તથા વેપાર પણ વધતે ગયે. ત્રીજી યાદ રાખવાની વસ્તુ એ છે કે ચર્ચ એ સૌથી મોટામાં મોટો જમીનદાર હતે. જમીનદારીમાં તેનું સૌથી વધારે હિત સમાયેલું હતું અને તેથી કરીને ફડલ વ્યવસ્થા ચાલુ રહે તેમાં તેને સ્વાર્થ રહેલે હતે. જેનાથી ઘણીખરી ધનદેલત તથા માલમિલક્ત પિતાના હાથમાંથી જતી રહે એવો આર્થિક ફેરફાર તેને મંજૂર નહોતો. આ રીતે રોમમાંથી શરૂ થયેલા ધાર્મિક બળવાએ આર્થિક ક્રાંતિને પણ સાથ આપે.
આ મહાન આર્થિક ક્રાંતિની સાથે સાથે અથવા તેની પછી રાજકીય, ધાર્મિક તથા સામાજિક એમ અનેક દિશાઓમાં ભારે ફેરફાર થયા. ૧૬મી અને ૧૭મી સદીના યુરોપને દૂરથી અને વ્યાપક દૃષ્ટિથી નિહાળતાં તને માલૂમ પડશે કે આ બધી પ્રવૃત્તિઓ, ચળવળો અને ફેરફારો એકબીજા સાથે સંકળાયેલાં હતાં અને એકબીજા સાથે તેમને ગાઢ સંબંધ હતું. પરંતુ સામાન્ય રીતે એ જમાનાની ત્રણ ચળવળે ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. તે ચળવળો આ છે : રેનેસાંસ” અથવા પુનરાગ્રતિ, “રેફર્મેશન” અથવા ધર્મસુધારણું અને “રેવોલ્યુશન” અથવા ક્રાંતિ. પરંતુ યાદ રાખજો કે, આ બધાના મૂળમાં આર્થિક સંકટ અને સંભ હતાં. એમાંથી આર્થિક ક્રાંતિ ઉદ્દભવી અને બધા ફેરફારોમાં એ સૌથી મહત્ત્વને ફેરફાર હતે.
રેનેસાંસ' અથવા પુનર્જાગ્રતિના યુગમાં વિદ્યાને પુનર્જન્મ થયો તથા કળા, વિજ્ઞાન, સાહિત્ય અને યુરોપના દેશની ભાષાઓને વિકાસ