Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૧૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન તે બિલકુલ નવીન ચીજ હતી. અગર જો એને જૂની ચીજ કહીએ તે કમમાં કમ એટલું સ્વીકારવું પડશે કે, તેને સ્વાંગ તદ્દન નવો હતે.
' યુરોપમાં સર્વત્ર સંભ અને અસ્વસ્થતા જણાય છે તથા વસ્તુઓને ઘેરી રાખતા વાડાઓ તૂટવા માંડે છે. કેટલાંક સૈકાઓથી યડલ વ્યવસ્થાના પાયા ઉપર રચાયેલી સામાજિક તથા આર્થિક વ્યવસ્થા આખા યુરોપ ઉપર પ્રવર્તતી હતી અને તેણે તેને પોતાના પંજામાં જકડી રાખ્યું હતું. થોડા સમય સુધી આ કવચ્ચે પ્રગતિ રૂંધી રાખી પરંતુ હવે એમાં અનેક તડ પડવા લાગી હતી. કોલંબસ વાસ્ક-ડી-ગામા તથા દરિયાઈ માર્ગોના આરંભના શોધકે આ કવચ ભેદીને બહાર નીકળ્યા હતા તથા અમેરિકા અને પૂર્વના દેશોમાંથી સ્પેન અને પિગાલને લાધેલી અઢળક દેલતથી યુરેપના લકે છક થઈ ગયા હતા. આને લીધે પરિવર્તનની ગતિ ત્વરિત બની. યુરોપ પિતાના મર્યાદિત સમુદ્રોની બહાર જોવા તથા આખી દુનિયાને લક્ષમાં રાખીને વિચાર કરવા લાગ્યું. જગદ્રવ્યાપી વેપાર અને જગદ્રવ્યાપી આધિપત્યની મહાન શક્યતાઓ હવે દૃષ્ટિગોચર થવા લાગી. બુર્ઝવા અથવા મધ્યમ વર્ગ દિનપ્રતિદિન બળવાન થતું ગયું અને ફયડલ વ્યવસ્થા પશ્ચિમ યુરોપના આ વિકાસને વધારે ને વધારે વિદ્ધરૂપે થવા લાગી.
ક્યુડલ વ્યવસ્થાના દિવસે ક્યારનાયે ભરાઈ ચૂક્યા હતા. તેનું બેશરમ શેષણ એ આ પ્રથાનું પ્રધાન તત્વ હતું. ખેડૂતો પાસે પરાણે વેઠ કરાવવામાં આવતી; કશું દામ આપ્યા વિના મજૂરી કરાવવામાં આવતી તથા લેર્ડ અથવા જાગીરદાર ઉમરાવને તરેહતરેહના લાગાઓ આપવા પડતા. વળી, આ લે પોતે જ ન્યાય પણ ચૂકવતે. ખેડૂતવર્ગની હાડમારી બહુ ભારે હતી અને એને લીધે ખેડૂતોનાં બંડ અને યુદ્ધો વારંવાર ફાટી નીકળતાં હતાં એ આપણે જોઈ ગયાં છીએ. એ તેનાં આ યુદ્ધ ફેલાતાં ગયાં અને ઉત્તરોત્તર વધતાં ગયાં. યુરોપના ઘણા ભાગોમાં આર્થિક કાંતિ થઈ તથા ફલ ઉપલા વર્ગને ઠેકાણે બુઝવા અથવા મધ્યમવર્ગ સત્તા ઉપર આવ્યું તે આ ખેડૂતના બળવા પછી બનવા પામ્યું અને મેટે ભાગે તેને જ આભારી હતું.
પરંતુ આ બધા ફેરફારે ઝડપથી થઈ ગયા એમ માની લઈશ નહિ. એ ફેરફાર થતાં બહુ વખત લાગે અને દશકાઓ સુધી યુરોપમાં આંતરયુદ્ધ ચાલ્યા કર્યા. યુરોપનો ઘણોખરે ભાગ તે સાચે જ આ યુદ્ધોથી ખેદાનમેદાન થઈ ગયું. આ યુદ્ધો કેવળ ખેડતયુદ્ધો જ