Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૮૨
યુરોપમાં સક્ષાભ
૪ આગસ્ટ, ૧૯૬૨
ઘણા દિવસ થયાં મેં તને આ પત્રો લખ્યા નથી; મને લાગે છે કે, મેં તને છેલ્લે પત્ર લખ્યું તેને લગભગ બે અઠવાડિયાં થઈ ગયાં. જેમ બહારની દુનિયામાં માણસ ઘણી વાર ગમગીન બની જાય છે. તેમ જેલમાં પણ તે કદી કદી ગમગીની અનુભવે છે. જેમને મારા વિના ખીજું કાઈ વાંચતું નથી એવા આ પા લખવાના કેટલાક દિવસથી મને જરાયે ઉત્સાહ થતા નથી. તું તે જુએ એવા મેાકા આવે ત્યાં સુધી ટાંકણી ભરાવીને હું એ પત્રોને રાખી મૂકું છું. કદાચ મહિના કે વરસો પછી એ મેાકેા આવશે અને ત્યારે તું તેમને વાંચી શકશે. મહિનાએ કે વરસા પછી ! આપણે રીથી એકઠાં થઈ શું અને એકખીજાતે ધરાઈ ધરાઈ ને મળીશું તે પહેલાં એટલા બધા સમય વીતી જશે ? અને એ દરમ્યાન તું કેટલી મોટી થઈ ગઈ હશે અને બદલાઈ ગઈ હશે ! ત્યારે આપણે અનેક વાત કરવાની હશે અને હું નથી ધારો કે આ પત્ર તરફ્ તું લેશમાત્ર પણ ધ્યાન આપશે. ત્યાં સુધીમાં તો આ પત્રોને એક મોટા ડુ ંગર ખડકાશે, અને મારા જેલજીવનના સેંકડા કલાક એમાં ખરચાઈ ગયા હશે.
એમ છતાં પણ હું આ પત્રમાળા ચાલુ રાખીશ અને લખાયેલા પત્રોના ઢગલામાં ઉમેરે કરતા રહીશ. તને તે તેમાં રસ પડે કે નયે પડે; પરંતુ હું તે એ લખવામાં ખરેખર અતિશય આનંદ અનુભવું છું. થોડાક વખત આપણે એશિયામાં શકાયાં અને હિંદુસ્તાન, મલેશિયા, ચીન તથા જાપાન વગેરે તેના દેશના પ્રતિહાસના આપણે પરિચય કર્યો. યુરોપ જ્યારે જાગવા લાગ્યું હતું અને તેને તિહાસ કંઈક રસપ્રદ થવા માંડ્યો હતેા તે અરસામાં આપણે તેને ઐચિ ંતુ છેડી દીધું હતું. ત્યાં આગળ, પ્રજાની પુનર્જાગ્રતિ યા તેા પુનર્જન્મ થઈ રહ્યો હતા. અથવા તેના એ નવા જન્મ હતા એમ કહેવું કદાચ વધારે ઉચિત થશે. કેમકે ૧૬મી સદીમાં યુરોપને આપણે જે પ્રગતિ કરતા નિહાળીએ છીએ તે કાઈ પ્રાચીન યુગની નકલ કે અનુકરણ નહોતું.