Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
४७२
જગતના ઇતિહાસનું રેખાદર્શન થયા પછી એ ખ્રિસ્તીઓ સાથે મળીને ત્યાંની સરકારને ઉથલાવી પાડવા માટે સૈનિકે રવાના કરવામાં આવ્યા હતા. હિદેશીને આ વાતની જાણ થઈ ત્યારે એથી તે ખુશ થાય એમ તે હતું જ નહિ. ઊલટો મિશનરીઓ પ્રત્યે તે વધારે કડક થે. મનિલા ગેલિયન ને તે તેણે જવા દીધું પણ કેટલાક મિશનરીઓને તથા તેમણે ખ્રિસ્તી બનાવેલા જાપાનીઓને તેણે મારી નંખાવ્યા.
આયાસુ શગુન થશે ત્યારે વિદેશીઓ પ્રત્યે તેણે મિત્રતાભર્યું વલણ દાખવ્યું. પરદેશ સાથે વેપાર ખીલવવાની અને ખાસ કરીને પિતાના યેદ બંદરને પરદેશ સાથે વેપાર વધારવાની તેને હોંશ હતી. પરંતુ આયેયાસુના મરણ પછી ખ્રિસ્તીઓનું દમન ફરી પાછું શરૂ થયું. મિશનરીઓને બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા અને જે જાપાનીઓ ખ્રિસ્તી થયા હતા તેમને તે ધર્મ તજી દેવાની ફરજ પાડવામાં આવી. પરદેશીઓના કાવાદાવાના ભયથી જાપાનીઓ એવા તે ડરી ગયા હતા કે વેપારની નીતિ પણ તેમણે બદલી નાખી. તેઓ ગમે તે ભોગે પણ પરદેશીઓને દૂર કરવા ચહાતા હતા.
જાપાનીઓ ઉપર થયેલી આ અસર આપણે સમજી શકીએ છીએ. આપણને આશ્ચર્ય તે એ વાતનું થાય છે કે યુરોપિયન જોડે તેમને સંસર્ગ બહુ જ ઓછી હોવા છતાં ધર્મરૂપી મેંઢાને સ્વાંગ સજીને આવેલા સામ્રાજ્યવાદના વરને ઓળખી કાઢવા જેટલા તેઓ કુશાગ્રબુદ્ધિ હતા. એ પછીના વરસોમાં અને બીજા દેશોમાં પિતાની સત્તા વધારવા માટે યુરોપનાં રાજ્યોએ ધર્મ કે દુરુપયોગ કર્યો છે તે આપણે સારી રીતે જાણીએ છીએ.
અને હવે જાપાનના ઈતિહાસમાં એક અદિતીય ઘટના બની. જાપાને પિતાનાં દ્વાર સદંતર બંધ કરી દીધાં. બીજાઓથી અલગ અને અળગા રહેવાની નીતિ ઈરાદાપૂર્વક અખત્યાર કરવામાં આવી અને એક વખત એ નીતિ અખત્યાર કર્યા પછી આપણને દિંગ કરી મૂકે એટલી સંપૂર્ણતાથી તેનો અમલ કરવામાં આવ્યો. હવે ત્યાં આગળ પિતાનું સ્થાન નથી એમ માનીને અંગ્રેજોએ ૧૬ર૩ની સાલથી જાપાન જવાનું માંડી વાળ્યું. બીજે વરસે સ્પેનવાસીઓને ત્યાંથી દેશપાર કરવામાં આવ્યા. જાપાનમાં તેમને ધાક સૈથી વધારે હતે. વળી, માત્ર આંખ્રિસ્તીઓ જ વેપાર કાજે પરદેશ જઈ શકે અને તેઓ પણ ફિલિપાઈને ટાપુઓમાં તે ન જ જઈ શકે, એવો નિયમ કરવામાં આવ્યો. છેવટે બાર વરસ