Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જાપાન પોતાનાં દ્વાર ભીડી દે છે ૪૭૧ ક્રાંસિસ ઝેવિયરે ૧૫૪૯ની સાલમાં ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મને આરંભ કર્યો હોય એમ જણાય છે. જેસ્યુઈટ પાદરીઓને ઉપદેશ કરવાની ત્યાં છૂટ આપવામાં આવી હતી એટલું જ નહિ પણ તેમને ઉત્તેજન પણ આપવામાં આવતું હતું. એનાં કારણે રાજકીય હતાં. કેમકે બૈદ્ધ મઠોને રાજકીય કાવાદાવા અને કાવતરાઓના અડ્ડા તરીકે લેખવામાં આવતા હતા. એથી કરીને સાધુઓને દબાવી દેવામાં આવ્યા અને ખ્રિસ્તી મિશનરીઓ પ્રત્યે અનુકુળ વલણ દાખવવામાં આવ્યું. પરંતુ ખ્રિસ્તી મિશનરીઓ જોખમકારક છે એ જાપાનના લેકને ચેડા જ વખતમાં સમજાયું અને પરિણામે તેમણે પિતાની નીતિ બદલી તથા તેમને દેશમાંથી હાંકી કાઢવાના પ્રયાસે તેમણે આદર્યા. ૧૫૮૭ની સાલમાં રાજ્ય તરફથી ખ્રિસ્તી-વિરોધી ફરમાન બહાર પાડવામાં આવ્યું અને તેમાં બધા જ મિશનરીએને ૨૦ દિવસની અંદર જાપાન છેડી જવાને અને તેમ કરવામાં ચૂકે , તે દેહાંતદંડની શિક્ષાને હુકમ ફરમાવવામાં આવ્યો. આ હુકમ વેપારીઓને ઉદ્દેશીને નહોતું. એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વેપારીઓ ત્યાં રહીને વેપાર કરી શકશે પરંતુ જે તેઓ પોતાનાં વહાણે ઉપર મિશનરી લાવશે તે તેમને માલ તથા તે વહાણ બંને જપ્ત કરવામાં આવશે. કેવળ રાજકીય કારણોને લીધે જ આ હુકમ કાઢવામાં આવ્યો હતો. હિદેશીને ભયની ગંધ આવી હતી. તેને લાગ્યું કે મિશનરીઓ તથા તેમણે ખ્રિસ્તી કરેલા તેમના અનુયાયીઓ કેઈક દિવસ રાજકીય દૃષ્ટિએ જોખમકારક થઈ પડવાનો સંભવ છે. અને તેને આ ભય સાવ બોટે નહોતે.
આ પછી તરત જ એક બનાવ બન્યા તેથી તો હિદેશીને પાકી ખાતરી થઈ કે તેને ભય સકારણ હતા. એથી તે બહુ જ ગુસ્સે થઈ ગયે. તને યાદ હશે કે “મનિલા ગેલિયન” વહાણ સ્પેનિશ અમેરિકા અને ફિલિપાઈન ટાપુઓ વચ્ચે વરસમાં એક વાર આવજા કરતું હતું. તેફાનને લીધે તે જાપાનના કાંઠા આગળ ખેંચાઈ આવ્યું. જાપાનીઓને દુનિયાને નકશે અને ખાસ કરીને સ્પેનના રાજાના તાબાના વિશાળ મુલકે બતાવીને વહાણના સ્પેનિશ કપ્તાને ત્યાંના સ્થાનિક જાપાનવાસીઓને ભડકાવવાનો પ્રયત્ન કર્યો. સ્પેને આવડું મોટું સામ્રાજ્ય કેવી રીતે મેળવ્યું એ પૂછવામાં આવ્યું તે કપ્તાને જવાબ આપ્યો કે, અરે, એ તે બહુ સહેલાઈથી મેળવવામાં આવ્યું છે. પહેલા મિશનરીઓ ત્યાં ગયા, અને તે મુલકમાં લેકે સારી સંખ્યામાં ખ્રિસ્તી