Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જાપાન પિતાનાં દ્વાર ભીડી દે છે ૪૧૯ છતાં પિતાની સ્વતંત્રતા હાંસલ કરવા માટે કારિયા બહાદુરીપૂર્વક લડી રહ્યું છે.
તને યાદ હશે કે ૧૨મી સદીના છેવટના ભાગમાં જાપાનમાં શગુન ખરેખર શાસક બની બેઠે હતે. સમ્રાટ તે નામને જ અને પૂતળ સમાન હતા. “કામાકુરા” નામથી ઓળખાતી શગુનશાહી લગભગ ૧૫૦ વરસ સુધી ચાલી અને તેણે દેશને કાર્યદક્ષ રાજતંત્ર અને સુલેહશાંતિ અર્ચા. પછીથી હમેશના નિયમ મુજબ શાસક વંશની પડતી થઈ અને તેની સાથે સાથે બિનઆવડત અને વિલાસિતા આવ્યાં તથા આંતરવિગ્રહ જાગે. પોતાની સત્તા સ્થાપિત કરવા ચહાતા સમ્રાટ અને શગુન વચ્ચે ઝઘડો પેદા થયે. એ ઝઘડામાં સમ્રાટ કે જૂની શગુનશાહી એ બેમાંથી એકે ફાવ્યાં નહિ. સને ૧૩૩૮ની સાલમાં શગુનો નો જ વંશ સત્તા ઉપર આવ્યું. એ “અશકાગા” શગુનશાહી તરીકે ઓળખાય છે. એનો અમલ ૨૩૫ વરસ સુધી ચાલ્યું. પણ એ લડાઈ ટંટાને યુગ હતું. આ ચીનના સિંગ યુગને લગભગ સમકાલીન યુગ હતે. એ વંશને એક શગુન તે મિંગની કૃપા મેળવવા માટે ઉત્સુક હતા અને તે મિંગ સમ્રાટનું આધિપત્ય કબૂલ રાખવાની હદ સુધી ગયું હતું. જાપાની ઇતિહાસકારે જાપાનની આ હિણપત માટે બહુ જ ચિડાય છે અને પ્રસ્તુત શગુનને તેઓ અતિશય ધિક્કારે છે.
ચીન સાથે તેને સંબંધ સ્વાભાવિક રીતે જ મિત્રાચારીભર્યો હતા અને મિંગકાળમાં ફાલેલી ચીની સંસ્કૃતિ માટે ત્યાં ન જ રસ પેદા થયે. ચિત્રકળા, માટીકામ, સ્થાપત્ય અને તત્ત્વજ્ઞાન ઈત્યાદિ હરેક ચીની વસ્તુ માટે ત્યાં ભારે આદર હતો. ચીનના યુદ્ધશાસ્ત્રની બાબતમાં પણ એમ જ હતું. એ અરસામાં કિનકાફૂજી (સુવર્ણ મંડ૫) અને જિનકાકૂછ (ચાંદીને મંડ૫) નામની બે મશહૂર ઇમારત ચણાઈ
વૈભવવિલાસ અને કળાવિષયક પ્રગતિની સાથે સાથે જ ખેડૂત વર્ગ ત્યાં ભારે હાડમારી વેઠી રહ્યો હતો. તેમના ઉપર કરને બેજે અતિશય ભારે હતું અને આંતરવિગ્રહને ઘણખરો બેજે પણ તેમના . ઉપર જ પડ્યો હતે. પરિસ્થિતિ દિનપ્રતિદિન બગડતી જ ગઈ. આખરે તે એટલી હદે પહોંચી કે રાજધાનીની બહાર મધ્યસ્થ સરકારને ઝાઝે અમલ રહ્યો નહિ.
આ આંતરવિગ્રહના સમયમાં ૧૫૪ની સાલમાં ફિરંગીઓ ત્યાં આવ્યા. એ જાણવા જેવું છે કે જાપાનમાં દારુણ હથિયાર (ફાયર