Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ ૪૧૧ રક્ષણ કરવાની સ્થિતિમાં હતું. એથી કરીને હિંદુસ્તાન તથા ચીનમાં આ યુરોપિયનેએ ઝાઝી દખલ ન કરી.
મલેશિયાથી ચીન માત્ર એક ડગલા જેટલું દૂર છે. હવે આપણે ત્યાં આગળ જઈશું. મંગલ કુબ્લાઈ ખાને ચલાવેલે યુઆન વંશ ખતમ થઈ ગયું હતું. ૧૩૬૮ની સાલમાં ચીનમાં પ્રજાકીય બળવો ફાટી નીકળ્યા અને રહ્યાહ્યા મંગલેને ચીનની મહાન દીવાલની પેલી પાર હાંકી કાઢવામાં આવ્યા. હુંગ-વુ એ બળવાનો આગેવાન હતા. તેણે એક ગરીબ મજૂરના પુત્ર તરીકે પિતાના જીવનનો આરંભ કર્યો હતો અને તેને ઝાઝું શાળાનું શિક્ષણ પણ નહોતું મળ્યું. પરંતુ જીવનની વિશાળ શાળામાં તેણે સારું શિક્ષણ મેળવ્યું હતું અને તે એક સફળ લેકનાયક અને પાછળથી ડાહ્યો શાસક નીવડ્યો. સમ્રાટ બનવાથી તે અહંકાર કે ગર્વથી ફુલાઈ ગયે નહોતું એટલું જ નહિ પણ પિતે આમજનતામાંથી ઊતરી આવ્યો હતો એ હકીકત તે જીવનપર્યત કદી ભૂલ્યો નહોતો. તેણે ત્રીસ વરસ સુધી રાજ્ય કર્યું અને જે આમ જનતામાંથી પિતે પાક્યો હતો તેની દશા સુધારવાને તેણે કરેલા અવિરત પ્રયત્ન માટે તેને ચીનમાં આજે પણ સંભારવામાં આવે છે. તેના જીવનની આરંભની સાદાઈ તેણે છેવટ સુધી ટકાવી રાખી હતી.
હંગ-વુ નવા મિંગ રાજવંશને પ્રથમ સમ્રાટ હતું. તેનો પુત્ર યુગલે પણ મહાન રાજકર્તા હતા. તેણે ૧૪૦૨થી ૧૪૨૪ની સાલ સુધી સમ્રાટ તરીકે રાજ્ય કર્યું. પરંતુ આ ચીની નામથી હવે હું તને વધારે મૂંઝવીશ નહિ. એના પછી ઘણા સારા રાજકર્તાઓ થયા પરંતુ પછીથી, હમેશાં બને છે તેમ તેમનામાં પણ સડો પેઠે. પરંતુ સમ્રાટોને છેડી દઈને ચીનની પ્રજાના ઈતિહાસના આ યુગમાં આપણે વિચાર કરીશું. એ ચીનનો બહુ ઉજજવળ યુગ છે અને તેને વિષે કંઈક અવનવી મહકતા છે. “મિંગ” શબ્દનો અર્થ પણ “ઉજજવળ” થાય છે. મિંગ વંશ ૧૩૬૮થી ૧૬૪૪ની સાલ સુધી એટલે કે ૨૭૬ વરસ ચા. બધા ચીની રાજવંશમાં આ રાજવંશને ખાસ કરીને વધારે ચીની કહી શકાય, અને તેના અમલ દરમ્યાન ચીની લોકોની પ્રતિભા સંપૂર્ણપણે ખીલી ઊઠી. એ અંતર્ગત તેમજ બહારની શાંતિનો યુગ હતે. એ કાળની પરદેશનીતિ આક્રમણકારી નહતી તથા એ દરમ્યાન કોઈ પણ પ્રકારનું સામ્રાજ્યવાદી સાહસ પણ ખેડવામાં આવ્યું નહોતું. બધા પાડોશી દેશે સાથે ચીનને મૈત્રી હતી. એક માત્ર ઉત્તરમાં