Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ પરંતુ આ યુગને સાંસ્કૃતિક ઇતિહાસ એ બધાથી વધારે નેધપાત્ર છે. ચીની પ્રજા તેની સંસ્કારિતા અને કળારસિકતા માટે પ્રાચીન કાળથી જાણીતી છે. મિંગ યુગના સુશાસન અને મિંગ શાસકેએ કળાને આપેલા ઉત્તેજનને કારણે ચીની પ્રજાની પ્રતિભા ખીલી ઊઠી. એ જમાનામાં મનહર ઇમારત ઊભી થઈ અને ભવ્ય ચિત્ર નિર્માણ થયાં; અને મિંગ યુગના ચીનાઈ માટીકામના નમૂનાઓ તેની આકૃતિઓના લાલિત્ય અને સુંદર કારીગરી માટે મશહૂર છે. આ યુગનાં ચિત્રો તે જ કાળમાં પુનર્જાગ્રતિ (રેનેસાંસ)ની પ્રેરણાથી ઇટાલીએ નિર્માણ કરેલાં ચિત્રોની હરીફાઈમાં ઊતરી શકે તેવાં હતાં.
પંદરમી સદીની આખરમાં સમૃદ્ધિ, હુન્નર ઉદ્યોગે તથા સંસ્કૃતિમાં ચીન યુરોપ કરતાં ઘણું આગળ હતું. આખા મિંગ યુગ દરમ્યાન તેની પ્રજાની સુખાકારી તથા તેની કળાવિષયક પ્રવૃત્તિની બાબતમાં ચીન સાથે યુરોપની કે બીજા કોઈ પણ દેશની સરખામણી થઈ શકે એમ નથી. આ સાથે એટલું યાદ રાખવું જરૂરી છે કે, એ સમયે યુરોપમાં પુનર્જાગ્રતિ (રેનેસાંસ)ને મહાન યુગ પ્રવર્તતે હતે.
કળાની દૃષ્ટિએ મિંગ યુગ આટલે બધે સુવિખ્યાત છે એનું એક કારણ એ પણ છે કે એ સમયના કળાના અનેક નમૂનાઓ આજે પણ મળી આવે છે. એ યુગનાં મોટાં મોટાં સ્મારકે, હાથીદાંત, પથ્થર તથા લાકડાંનું સુંદર કેતરકામ, ધાતુના કળશે અને ચીનાઈ માટીની બનાવટના નમૂનાઓ આજે પણ મેજૂદ છે. મિંગ યુગના છેવટના ભાગમાં આકૃતિઓ વધારે પડતી જટિલ બની જાય છે અને એને કારણે ચિત્રો તથા કોતરકામની શોભા ઘટે છે.
આ જ યુગમાં પહેલવહેલાં ફિરંગી વહાણો ચીનને બંદરે આવ્યાં. ૧૫૧૬ની સાલમાં તે કેન્ટેન પહોંચ્યાં. અલ્બકકે પિતાના સંસર્ગમાં આવેલા ચીનવાસીઓ પ્રત્યે વિનયી વર્તન રાખવાની કાળજી લીધી હતી એટલે ફિરંગીઓ વિષે ચીનમાં સારી છાપ પડી હતી. આથી કરીને તેઓ ચીને પહોંચ્યા ત્યારે ત્યાં તેમનું સારું સ્વાગત થયું. પરંતુ થોડા જ વખતમાં તેમણે પિત પ્રકાશ્ય તથા અનેક રીતે ગેરવર્તન ચલાવવા માંડયું અને તેમણે અનેક સ્થળોએ કિલ્લાઓ બાંધ્યા. તેમની આવી અસભ્યતા જોઈને ચીની સરકારને આશ્ચર્ય થયું. જોકે તેણે ઉતાવળાં પગલાં ન લીધાં પણ આખરે બધા ફિરંગીઓને તેણે દેશમાંથી હાંકી કાઢવા. ત્યાર પછી જ ફિરંગીઓને સમજાયું કે તેમની હમેશની રીત