Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
४१२
જગતના ઇતિહાસનું રેખાદર્શન તારેની ગેપ જાતિઓને કંઈક ભય હતો. બાકીના પૂર્વના મુલકે પ્રત્યે ચીનનું વલણ એક વધારે કુશળ, સંપન્ન અને સંસ્કારી વડીલ ભાઈ જેવું હતું. પિતાની સરસાઈ વિષે તેને પૂરેપૂરું ભાન હતું, પરંતુ નાના ભાઈઓનું હિત તેને હૈયે હતું અને તેમને કેળવવાની તથા પિતાની સંસ્કૃતિ અને સુધારાના તેમને ભાગીદાર બનાવવાની તેને ચાહના હતી. અને એ બધા દેશે પણ ચીન તરફ આદરના ભાવથી જેતા હતા. થોડા વખત માટે તે જાપાને પણ ચીનનું આધિપત્ય સ્વીકાર્યું હતું અને જાપાનને શાસક શગુન પિતાને મિંગ સમ્રાટના ખંડિયા તરીકે ઓળખાવતો હતો. કારિયા તથા જાવાસુમાત્રા વગેરે પૂર્વના ટાપુએ અને હિંદીચીન તરફથી પણ ચીનને ખંડણી મળતી હતી.
યુગલેના અમલ દરમ્યાન નૌકાસેનાપતિ એંગ-હેની સરદારી નીચે એક માટે નીકાકાફલે મલેશિયા તરફ મોકલવામાં આવ્યું હતું. પૂર્વ તરફના સમુદ્રમાં છેક ઈરાનના અખાત સુધી ચુંગ-હોએ લગભગ ત્રીસ વરસ ઘૂમ્યા કર્યું. ટાપુઓનાં રાજ્યને ડરાવી મારવાના સામ્રાજ્યવાદી પ્રયાસ જેવું કંઈક આ દેખાય છે, પરંતુ એમાં મુલાકે જીતવાને કે બીજા લાભ મેળવવાને ઈરાદે નહે એ સ્પષ્ટ છે. સિયામ તથા મજજાપહિતની વધતી જતી સત્તાને લીધે કુંગ-લે કદાચ આ કાલે મોકલવાને પ્રેરાયે હોય એ બનવાજોગ છે. એનું કારણ ચાહે તે હે પણ એ કાલાની સફરમાં ભારે પરિણામે આવ્યાં. એણે સિયામ તથા મજજા પહિતનાં રાજ્યને અંકુશમાં રાખ્યાં અને મલાક્કાના નવા મુસલમાની રાજ્યને ઉત્તેજન આપ્યું તથા પૂર્વ તરફના બધા ટાપુઓ અને દેશમાં ચીની સંસ્કૃતિ ફેલાવી.
ચીન અને તેના પડોશીઓ વચ્ચે મૈત્રી અને સુલેહશાંતિ હોવાને કારણે દેશના આંતરિક પ્રશ્નો ઉપર વધારે લક્ષ આપી શકાયું. ત્યાં આગળ સુરાજ્ય પ્રવર્તતું હતું અને કરનું ધોરણ ઓછું કરીને ખેડૂતો ઉપર બેજ હળવો કરવામાં આવ્યું હતું. રસ્તાઓ, જળમાર્ગો, નહેર અને જળાગા ઇત્યાદિ સુધારવામાં આવ્યાં હતાં. દુકાળ પડે કે પાક નિષ્ફળ જાય તેને પહોંચી વળવા માટે ધાન્યને જાહેર કારોને પ્રબંધ કરવામાં આવ્યું હતું. સરકારે ચલણી નોટો બહાર પાડી હતી અને એ રીતે શાખને વહેવાર વધારીને વેપાર તથા માલની લેવડદેવડની સુગમતા કરી આપી હતી. આ ચલણ નેટને બહુ વ્યાપક ઉપયોગ થત અને કરને ૭૦ ટકા જેટલે ભાગ નટોમાં ભરી શકાતો હતે.