Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ
૨૨ જુલાઈ ૧૯૪૨ " મને ખબર થઈ કે બેટા, તું માંદી થઈ ગઈ છે અને મારા ધારવા પ્રમાણે હજી પણ પથારીવશ હશે. જેની અંદર ખબર પહોંચતાં પણ વખત લાગે છે. અહીં બેઠાં હું તને કશી રાહત આપી શકું એમ નથી, અને તારે પોતે જ તારી સંભાળ રાખવી રહી. પરંતુ હું તારું જ સ્મરણ કરતે રહીશ. સાચે જ, આપણે કેટલાં વિખૂટાં પડી ગયાં છીએ– તું દૂર દૂર પૂનામાં છે, તારી મા અલ્લાહાબાદમાં બીમાર થઈને પડી છે અને આપણામાંનાં બીજાં બધાં એક યા બીજી જેલમાં જઈને બેઠાં છે! - થોડાક દિવસથી તારા ઉપર આ પત્રો લખવાનું મારે માટે મુશ્કેલ થઈ ગયું છે. તારી સાથે વાત કરી રહ્યો છું એવી કલ્પના નભાવી રાખવાનું સહેલું નથી રહ્યું. તું પૂનામાં બીમાર થઈને પડી છે તેના જ વિચાર મને આવ્યા કરે છે તથા હું તને ફરી ક્યારે જોવા પામીશ તેમજ કેટલા મહિનાઓ કે વરસે પછી આપણે મળીશું એ હું કલ્પી શકતા નથી. અને એ સમય દરમ્યાન તું કેવડી મટી થઈ જશે!
પરંતુ આવા પ્રકારના વિચારવમળે ચડી જવું – ખાસ કરીને જેલમાં –એ ઠીક નથી, એટલે મારે સ્વસ્થ થઈ જવું જોઈએ અને આજની પરિસ્થિતિ ભૂલી જઈને ગતકાળનો વિચાર જ કરવો જોઈએ.
આપણે મલેશિયામાં હતાં નહિ વાર? અને ત્યાં આગળ આપણે એક વિચિત્ર પ્રકારની ઘટના નિહાળી. યુરોપે એશિયા ઉપર આક્રમણ કરવા માંડયું હતું અને ત્યાં આગળ પ્રથમ ફિરંગી લેકે આવ્યા, પછી સ્પેનના લેકે આવ્યા અને તેમના પછી અંગ્રેજ અને ડચ અથવા વલંદાઓ આવ્યા. પરંતુ યુરોપની આ પ્રજાઓની પ્રવૃત્તિ મલેશિયા અને તેની આસપાસના ટાપુઓમાં જ પરિમિત હતી. આ ટાપુઓની પશ્ચિમે આવેલું હિંદુસ્તાન મોગલ સમ્રાટોના અમલ નીચે બળવાન હતું. એમની ઉત્તરે આવેલું ચીન પણ સારી રીતે પિતાનું