Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
Ex
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ધીમે ધીમે લશ્કરી છાવણીઓ તથા બજારમાં ‘ ઉર્દૂ’ નામની એક નવી ભાષા ઉદ્ભવી. ‘ ઉર્દૂ નો અર્થ લશ્કરની છાવણી થાય છે. વાસ્તવિક રીતે આ નવી ભાષા નહેાતી. સહેજસાજ ભિન્ન લેબાસમાં સજ્જ થયેલી એ હિંદી ભાષા હતી. એમાં ફારસી શબ્દ વધારે પ્રમાણમાં હતા એટલું જ; બાકી ખીજી બધી રીતે તે હિંદી જ હતી. આ હિંદી-ઉર્દૂ અથવા કેટલીક વાર જેને હિંદુસ્તાની કહેવામાં આવે છે તે ભાષા સમગ્ર ઉત્તર તથા મધ્ય હિંદમાં પ્રસરી, નજીવા ફેરફાર સાથે આજે પંદર કરોડ લોક એ ભાષા મલે છે અને એથીયે અનેકગણા લકા તે સમજી શકે છે. આમ સંખ્યાની દૃષ્ટિએ તે દુનિયાની પ્રધાન ભાષાઓમાંની એક છે.
સ્થાપત્યમાં પણ નવીન શૈલીઓ ખીલી અને દક્ષિણમાં બીજાપુર તથા વિજયનગરમાં. ગેાલકાંડામાં, તે સમયના એક મહાન તથા સુંદર શહેર અમદાવાદમાં તથા અલ્લાહાબાદની નજીક આવેલા જોનપુરમાં અનેક ભવ્ય ઇમારત ઊભી થઈ. હૈદરાબાદ નજીક આવેલાં ગેલકાંડાનાં પ્રાચીન ખંડેર જોવાને આપણે ગયાં હતાં તે તને યાદ છે ખરું? એક મેટા કિલ્લા ઉપર આપણે ચડ્યાં હતાં અને તેના ઉપરથી આપણી આસપાસ આજે ખંડેર થઈ ને પડેલા પુરાણા શહેર તથા તેના મહેલે અને બજારે આપણે નિહાળ્યાં હતાં.
આમ જ્યારે રાજાએ માંહોમાંહે લડતા હતા અને એકબીજાને નાશ કરતા હતા ત્યારે હિંદમાં મૂક મળે! સમન્વય કરવા માટે નિરંતર કાર્ય કરી રહ્યાં હતાં, જેથી કરીને હિંદના બધા લેકા સહચારથી રહે અને એકા મળીને સૌ પોતપોતાની શક્તિને પોતપોતાના ઉત્કર્ષ સાધવામાં વિનિયોગ કરે. સદીની કૅાશિશ પછી તેમને સારી પેઠે સફળતા મળી. પરંતુ આ કાર્ય પૂરું થતાં પહેલાં બાજી કરીથી ઊંધી વળી ગઈ અને જે મા આપણે વટાવી આવ્યા હતા તેમાં આપણે થોડા પાછા હઠ્યા. આજે ફરીથી આપણે એ જ માર્ગે આગળ વધવાનું છે અને જે કંઈ સારું હોય તે બધાના સમન્વય સાધવા પ્રયત્ન કરવાના છે. પરંતુ આ વખતે આપણે વધારે પાકે પાયે કામ કરવું જોઈ એ. સ્વતંત્રતા અને સામાજિક સમાનતાના પાયા ઉપર એનું મંડાણ કરવું જોઈ એ અને દુનિયાની વધારે સારી વ્યવથા સાથે એને “ધ બેસવા જોઈ એ તો જ તે ચિરકાળ ટકશે. ધર્મ તથા સંસ્કૃતિના આ સમન્વય સાધવાના પ્રશ્નમાં હિંદના ઉમદા પુરુષોએ સેકડા વરસ સુધી પોતાનું લક્ષ પરાવ્યું હતું. તે એમાં એટલા બધા ગરક થઈ ગયા હતા કે રાજકીય તથા