Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન . . . બજારે ઘણું પહોળાં અને લાંબાં છે. . . . તાજાં અને ખુશબોદાર ફૂલે એ શહેરમાં હમેશાં મળતાં અને તેને જીવનની આવશ્યક જરૂરિયાત તરીકે લેખવામાં આવતાં – જાણે કે તેમના વિના લેકેનું જીવન જ અશક્યવત્ થઈ જતું ન હોય ! જુદા જુદા પ્રત્યેક ઉદ્યોગ તથા મહાજનોના વેપારીઓ પિતાપિતાની દુકાને પાસપાસે રાખતા. .ઝવેરીએ હીરા, માણેક, મોતી ઇત્યાદિ પિતાનું ઝવેરાત ખુલ્લા બજારમાં વેચતા.” અબ્દુર રઝાક આગળ ચાલતાં જણાવે છે કે, “જ્યાં આગળ રાજા રહેતા હતા તે રમણીય સ્થળે પથ્થરમાંથી કાપી કાઢેલી સુવાંગ નીકેમાંથી નાની નાની અનેક નદીઓ અને વહેળાઓ વહેતા. . . . એ દેશની વસતી એટલી બધી સુવ્યવસ્થિત રીતે વસેલી છે કે અમુક મર્યાદિત જગ્યામાં તેનો ખ્યાલ આપવાનું મુશ્કેલ છે.” અને પંદરમી સદીના મધ્ય એશિયાને આ પ્રવાસી વિજયનગરની સમૃદ્ધિનું છટાદાર ભાષામાં આ રીતે ખ્યાન કરતો આગળ ચાલે છે.
અબ્દુ રઝાક બીજાં મેટાં શહેરોથી પરિચિત ન હોય અને તેથી કરીને વિજયનગરનું દર્શન કરીને તે અંજાઈ ગયું હોય એ બનવાજોગ છે. પરંતુ એના પછીના આપણા પ્રવાસીએ બીજા દેશમાં સારી પેઠે મુસાફરી કરી હતી. એ પ્રવાસી પિર્ટુગાલનો વતની પાએઝ હતું. જે સમયે ઈટાલીમાં પુન-જાગૃતિ અથવા નવજીવનના યુગની અસર થવા લાગી હતી અને જયારે ઈટાલીનાં નગરોમાં સુંદર ઇમારત ઊભી થઈ રહી હતી તે અરસામાં ૧પ૦ની સાલમાં તે અહીં આવ્યો હતે. પાએઝ ઈટાલીના આ નગરેથી પરિચિત હતા અને તેથી કરીને તેનો પુરાવે બહુ પ્રમાણ- • ભૂત અને કીમતી ગણાય. તે જણાવે છે કે, “વિજ્યનગર શહેર રોમ જેટલું મોટું છે અને દેખાવે તે બહુ જ રમણીય છે.” શહેરની અજાયબી ભરેલી વસ્તુઓનું તથા તેનાં અસંખ્ય સરોવર, જળમાર્ગો અને વાડીઓની શોભાનું તે વિસ્તારથી વર્ણન કરે છે. તે જણાવે છે કે,
એ શહેર જગતમાં સૌથી વધારે ભર્યુંભાયું શહેર છે. . . . જ્યાં આગળ ખાધાખોરાકી અને બીજે સરસામાન ખૂટી પડે છે તેવાં શહેરના જેવી એ શહેરની દશા નથી. અહીં તે દરેક વસ્તુ પુષ્કળ પ્રમાણમાં મેજૂદ હેય છે.” તેણે જોયેલું એક મહેલને ઓરડે “નીચેથી ઉપર સુધી હાથીદાંતનો બનેલું હતું. તેની દીવાલો પણ હાથીદાંતની હતી. વળી ભારોટને ટેકવનારા થાંભલાઓને મથાળે હાથીદાંતમાં ગુલાબ તથા કમળનાં ફૂલે કરેલાં હતાં. અને આ બધું એટલી સુંદર રીતે