Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન દેશની મુલાકાત લીધી તેમના ઉપર તેની સફરને ભારે પ્રભાવ પડ્યો. મજાપહિતના હિંદુ તથા સિયામના શ્રાદ્ધ રાજ્યને અંકુશમાં રાખવા
ખાતર તેણે ઈરાદાપૂર્વક ઇસ્લામને ઉત્તેજન આપ્યું અને તેના વિશાળ નૌકાકાફલાના રક્ષણ નીચે મલાક્કાનું રાજ્ય પગભર થઈ ગયું. અલબત્ત એંગહોને હેતુ રાજકીય હતા અને ધર્મ સાથે તેને કશી લેવાદેવા નહતી. તે પિતે બૌદ્ધધમી હતો.
આમ મલાક્કાનું રાજ્ય મજજાપહિતના વિરોધીઓનું અગ્રણી બન્યું. તેનું બળ વધી ગયું અને ધીમે ધીમે તેણે જાવાનાં સંસ્થાનો પચાવી પાડ્યાં. ૧૪૭૮ની સાલમાં તેણે ખુદ મજાપહિત શહેર પણ કબજે કર્યું. ત્યાર પછી ઈસ્લામ રાજ્યદરબાર અને શહેરનો ધર્મ થ. પણ હિંદુસ્તાનની પેઠે ત્યાંયે દેશના અંદરના ભાગમાં તે પ્રાચીન ધર્મ, પુરાણકથાઓ તથા રૂઢિ અને રીતરિવાજો ચાલુ રહ્યાં.
મલાડકાનું સામ્રાજ્ય પણ શ્રી વિજય અને મજજાપહિતની પેઠે મહાન અને દીર્ઘજીવી થઈ શક્ત પણ તેને એવી તક સાંપડી નહિ. ત્યાં આગળ ફિરંગીઓની દખલ શરૂ થઈ અને થડ જ વરસમાં એટલે કે ૧૫૧૧ની સાલમાં તે તેમના હાથમાં જઈ પડયું. આમ એ પ્રદેશના ચેથા સામ્રાજ્ય પાંચમાને જગ્યા કરી આપી પરંતુ એ સામ્રાજ્ય પણ લાંબા કાળ ટકનાર નહતું. અને આ પૂર્વ તરફના મુલકના ઇતિહાસમાં પહેલી જ વાર યુરોપે આક્રમણકારી વલણ ધારણ કર્યું અને ત્યાં પિતાનું પ્રભુત્વ જમાવ્યું.