Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૯
યુરોપ પૂર્વ એશિયાને આહિયાં કરવા માંડે છે
૧૯ જુલાઈ, ૧૯૩૨
આગલા પત્રના છેવટના ભાગમાં આપણે મલેશિયામાં રિ`ગીઓના આગમન સુધી આવી પહોંચ્યાં હતાં. ઘેાડા વખત ઉપર મેં તને દરિયાઈ માર્ગોની શેાધ વિષે તથા પૂર્વના દેશોમાં પહેલા પહેાંચવા માટે ફિરંગીએ તથા સ્પેનવાસીએ વચ્ચે કેવી હરીફાઈ જામી હતી તે વિષે વાત કરી હતી તે તને યાદ હશે. ફિર'ગી પૂર્વ તરફ ગયા અને સ્પેનવાસી પશ્ચિમ તરફ ગયા. `િગીએ આફ્રિકાની ફરતે કરીને હિંદમાં પહોંચવામાં સફળ થયા. સ્પેનવાસીઓ ભૂલથી અમેરિકા પહેાંચી ગયા. પાછળથી દક્ષિણ અમેરિકાની પ્રદક્ષિણા કરીને તેઓ મલેશિયા પહેાંચ્યા. હવે આપણે છૂટા પડી ગયેલા તાંતણાઓને સાંધી દઈશું અને મલેશિયાની આપણી વાત આગળ ચલાવીશું.
તને કદાચ ખબર હશે કે વિષુવવૃત્તની આસપાસના ઉષ્ણુ દેશમાં તજ, મરી વગેરે તેજાના પાકે છે. આ વસ્તુએ યુરોપમાં બિલકુલ પાકતી નથી. દક્ષિણ હિંદ અને સિલાનમાં તે થાડા પ્રમાણમાં પાકે છે. પરંતુ મેટા ભાગના તેજાનાએ મલેશિયાના મલાક્કા નામના ટાપુમાંથી આવે છે. ખરી રીતે આ ટાપુઓ તેજાનાના ટાપુઓ તરીકે ઓળખાય છે. છેક પ્રાચીન કાળથી આ તેજાનાની યુરોપમાં ભારે માગ રહેતી. અને નિયમિત રીતે તે ત્યાં માકલવામાં આવતા હતા. યુરોપ પહોંચતાંવેંત તેમની કિંમત એકદમ વધી જતી. રામનેાના સમયમાં તેના વજનના સાના જેટલી મરીની કિંમત મળતી. આ તેજાના આટલા બધા કીમતી હતા અને પશ્ચિમના દેશોમાં તેના આટલી મેોટી માંગ હોવા છતાં પણ યુરોપે પોતે તેની આયાત કરવાના કા પણ પ્રયત્ન ન કર્યાં. લાંબા કાળ સુધી તેજાનાના વેપાર હિંદીઓના હાથમાં હતા. પછીથી તે વેપારને કાબૂ આરખાને હાથ ગયા. આ તેજાનાની લાલચ્છી પ્રેરાઈ ને સ્પેન તથા પોર્ટુગાલના લૉકા દુનિયાની જુદી જુદી દિશાઓમાંથી તેની શોધમાં આગળ તે આગળ ધસતા ગયા. આખરે મલેશિયામાં તેમને ભેટા થયા. ગિીએ આ