Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન વિજયનગરની ઈર્ષાથી પ્રેરાઈને દક્ષિણનાં બીજાં રાજ્ય તેની સામે એકત્ર થયાં અને તેને નાશ કરવાનો તેમણે સંકલ્પ કર્યો. આ કટોકટીને સમયે પણ વિજયનગર પિતાની તાકાત ઉપર મૂર્ખાઇભર્યો વિશ્વાસ રાખીને બેસી રહ્યું. એની અંતઘડી બહુ જલદી આવી અને તેને નાશ ભીષણ અને સંપૂર્ણ નીવડ્યો.
મેં તને પહેલાં કહ્યું હતું કે આ એકત્ર થયેલાં રાજ્યોએ વિજયનગરને ૧૫૬પ ની સાલમાં હરાવ્યું. ત્યાં આગળ ભારે કતલ થઈ અને પછી એ મહાન શહેરને લૂંટવામાં તેમજ બાળી મૂકવામાં આવ્યું. બધી સુંદર ઇમારત, મંદિરે અને મહેનો નાશ કરવામાં આવ્યું. અતિશય સુંદર કોતરકામ તથા મૂર્તિઓ વગેરેના ચૂરેચૂરા કરી નાખવામાં આવ્યા. અને જે વસ્તુઓ બળી શકે એવી હતી તેને બાળવા માટે મેટી મેટી હેળીઓ સળગાવવામાં આવી. બધું ભાંગીને ભૂક થઈ ગયું ત્યાં સુધી આ સંહારલીલા ચલાવવામાં આવી. એક અંગ્રેજ ઈતિહાસકાર કહે છે કે, “ઘણું કરીને દુનિયાના ઈતિહાસમાં આવા સુંદર શહેર ઉપર કદીયે આ ભયંકર અને આટલે અણધાર્યો અત્યાચાર ગુજારવામાં આવ્યા હોય એવું જાણ્યામાં નથી. આજે એ શહેર તેની ધનવાન અને ઉદ્યોગી વસ્તીથી તરવરી રહ્યું હતું અને અતિશય સમૃદ્ધ અને ભર્યું ભાદર્યું હતું પણ બીજે જ દિવસે તેને કબજે લઈને તેને લૂંટી લેવામાં આવ્યું તથા જેનું વર્ણન ન થઈ શકે એવા જંગલી હત્યાકાંડ અને ભીષણ દ વચ્ચે તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું.'