Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદના એક વિકટ પ્રશ્નને ઉકેલ હતા. પરંતુ એમ છતાંયે મુસલમાન રાજાઓની આપખુદી અને નિરંકુશ સત્તા વધી. ગાંડે તઘલખ પિતાની રાજધાની દિલ્હીથી બદલીને દોલતાબાદ લઈ ગયા તેના કરતાં આનું વધારે આશ્ચર્યકારક ઉદાહરણ બીજું કયું હોઈ શકે ?
ગુલામે રાખવાની પ્રથા પણ-ખાસ કરીને સુલતાનમાં—અતિશય વધી ગઈ. યુદ્ધમાં ગુલામે પકડવાનો ખાસ પ્રયત્ન કરવામાં આવતું. તેમાં પણ કારીગરેની કિંમત વધારે અંકાતી. બીજાઓને તે સુલતાનના અંગરક્ષકમાં દાખલ કરવામાં આવતા હતા.
નાલંદા અને તક્ષશિલાની મહાન વિદ્યાપીઠનું શું થયું? એ તે ઘણા સમયથી નાર્મશેષ થઈ ગઈ હતી, પરંતુ તેમને બદલે ઘણે ઠેકાણે નવીન પ્રકારનાં વિદ્યાનાં કેન્દ્રો ઊભાં હતાં. એ “ટોલ” કહેવાતાં અને ત્યાં આગળ પ્રાચીન સંસ્કૃત વિદ્યા શીખવવામાં આવતી. એ સમયાનુકૂલ નહોતાં. તે ભૂતકાળમાં જ રમણ કરતાં હતાં અને ઘણુંખરું પ્રગતિવિરોધી ભાવના જાળવી રહ્યાં હતાં. બનારસ આવાં કેન્દ્રોનું શરૂઆતથી જ મોટું ધામ રહ્યું છે.
ઉપર હું કબીરનાં હિંદી ભજનની વાત કરી ગયે. આમ પંદરમી સદીમાં હિંદી કેવળ લેકભાષા જ નહિ પણ સાહિત્યની ભાષા પણ બની ગઈ હતી. સંસ્કૃત તે ક્યારનીયે જીવતી ભાષા તરીકે મટી ગઈ હતી. કાલિદાસ અને ગુપ્તરાજાઓના સમયમાં પણ તે કેવળ વિલ્સમાજમાં જ વપરાતી હતી. સામાન્ય લેકે તે સંસ્કૃતની અપભ્રંશ પ્રાકૃત ભાષા બેલતા. ધીમે ધીમે હિંદી, બંગાળી, મરાઠી, ગુજરાતી વગેરે સંસ્કૃતિની ઇતર પુત્રીઓ વિકસી. ઘણું મુસલમાન લેખક તથા કવિઓએ હિંદી ભાષામાં લખ્યું છે. પંદરમી સદીમાં જેનપુરના એક મુસલમાન રાજાએ મહાભારત તથા ભાગવતનો બંગાળીમાં અનુવાદ કરાવ્યું હતું. દક્ષિણમાં બીજાપુરના મુસલમાન રાજાઓનો હિસાબ મરાઠીમાં રખાતો. આ ઉપરથી આપણને માલૂમ પડે છે કે પંદરમી સદીમાં સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી આ ભાષાઓએ સારી પેઠે પ્રગતિ કરી હતી. અલબત, તામિલ, તેલુગુ, મલયાલમ તથા કાનડી વગેરે દક્ષિણની દ્રવિડ ભાષાઓ એમના કરતાં ઘણી પુરાણી હતી.
મુસલમાની રાજદરબારની ભાષા ફારસી હતી. રાજદરબાર તથા સરકારી દફતર સાથે સંબંધ ધરાવતા ઘણાખરા કેળવાયેલા માણસે કારસી શીખતા. આ રીતે સંખ્યાબંધ હિંદુઓ ફારસી ભાષા શીખ્યા.
- ૨૮