Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દક્ષિણ હિંદનાં રાજે
૪૩૯ પિતે એ કામમાં પાછું પડી જાય એમ સમજીને તેથીયે ઊંચે મિનારે બંધાવ્યું. ચિતોડને જ્યતંભ આજે પણ મોજૂદ છે; માંડવને મિનારે નાશ પામે છે.
માળવાની પશ્ચિમે ગુજરાત આવેલું છે. ત્યાં એક બળવાન રાજ્ય સ્થપાયું. સુલતાન અહમદશાહે વસાવેલું તેની રાજધાનીનું શહેર અમદાવાદ બહુ મોટું શહેર થયું અને તેની વસ્તી લગભગ દશ લાખની હતી. આ શહેરમાં સુંદર ઇમારત ઊભી થઈ અને એમ કહેવાય છે કે, પંદરમીથી અઢારમી સદી સુધી એટલે કે લગભગ ત્રણસો વરસ સુધી અમદાવાદ દુનિયાનાં રમણીય શહેરોમાંનું એક હતું એ શહેરની ભવ્ય જામી મસ્જિદ ચિતોડના રાણાએ એ જ અરસામાં રાણપુરમાં બાંધેલા જૈન મંદિરને મળતી આવે છે એ જાણીને આપણને નવાઈ લાગે છે. એ બતાવે છે કે પ્રાચીન પ્રણાલીન હિંદી શિલ્પીઓ ઉપર નવા વિચારોએ અસર કરી હતી અને તેઓ નવીન પ્રકારનું સ્થાપત્ય નિર્માણ કરી રહ્યા હતા. જેને વિષે હું આગળ કહી ગયો છું તે સમન્વય કળાના ક્ષેત્રમાં પણ સધાતે તું અહીં જોઈ શકશે. પથ્થરમાં કરેલા અદ્ભૂત કોતરકામવાળી આવી અનેક પુરાણી ઈમારતે આજે પણ અમદાવાદમાં મેજૂદ છે. પરંતુ તેમની આસપાસ આજે વિકસેલા ઔદ્યોગિક શહેરમાં સાંદર્યનું નામ સરખું પણ નથી.
આ જ અરસામાં ફિરંગીઓ હિંદુસ્તાન પહોંચ્યા. તને યાદ હશે કે કેપ ઑફ ગુડ હોપ થઈને અહીં પ્રથમ આવનાર વા–ડીગામ હતે. ૧૪૪૮ની સાલમાં તે દક્ષિણના કાલિકટ બંદરે ઊતર્યો. અલબત્ત, આ પહેલાં ઘણાય યુરોપિયને હિંદુસ્તાનમાં આવ્યા હતા, પરંતુ તેઓ વેપારી તરીકે અથવા કેવળ પ્રવાસી તરીકે આવ્યા હતા. ફિરંગી લે કે જુદા જ ખ્યાલેથી અહીં આવ્યા. તેઓ અહંકાર અને આત્મવિશ્વાસથી ભરેલા હતા. વળી પૂર્વની દુનિયા તે પિપે તેમને ભેટ આપી હતી. તેઓ મુલક જીતવાના ઇરાદાથી આવ્યા હતા. આરંભમાં તેમની સંખ્યા અલ્પ હતી. પરંતુ તેમનાં વધારે ને વધારે વહાણે આવતાં જ ગયાં. દરિયાકાંઠા પરનાં કેટલાંક શહેરે તેમણે કબજે કર્યા. ગઆ તેમાં મુખ્ય હતું. પરંતુ ફિરંગીઓ હિંદમાં કશું વધારે કરી શક્યા નહિ. તેઓ દેશના અંદરના ભાગમાં પ્રવેશ ન કરી શક્યા. પરંતુ સમુદ્રમાર્ગે આવીને હિંદ ઉપર હુમલો કરનાર યુરેયિનેમાં તેઓ પહેલા હતા. તેમના પછી ઘણું સમય બાદ ફ્રેંચ અને અંગ્રેજો આવ્યા. આમ દરિયાઈ