Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૧૯૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન
મંગેલને ત્યાંના મે સરદારે વચ્ચેના નવા ઝઘડામાં ભાગ લીધા અને તેમાં તે મરાયા. તેમના મિજાજી વલણને લીધે તે ટાપુઓના વતનીતે હાથે ઘણા સ્પેનવાસાઓ મરાયા.
જ્યાંથી કીમતી તેજાનાએ આવતા હતા તે તેજાનાના ટાપુઓની તલાશમાં સ્પેનવાસી હતા. તેની શોધમાં તેઓ આગળ ને આગળ વધતા ગયા. બીજા એક વહાણુને પણ તજી દઈ તે તેમને તે બાળી મૂકવું પડયું. હવે માત્ર બે જ વહાણ બાકી રહ્યાં. હવે એવા નિર્ણીય કરવામાં આવ્યો ક તેમાંનું એક પ્રશાન્ત મહાસાગરમાં થઈ ને સ્પેન પહોંચે અને બીજું કૈપ ઑફ ગુડ હોપ થઈ ને. પહેલું વહાણ બહુ આગળ ન જઈ શકયું; કમકે ફિરંગી લેાકાએ તે કબજે કર્યું, પણ વિટ્ટોરિયા નામનું ખીજાં વહાણુ આફ્રિકાની પ્રદક્ષિણા કરીને તે સફરે નીકળ્યું ત્યાર પછી ત્રણ વરસ બાદ ૧૫૨૨ની સાલમાં ૧૮ માણસો સાથે સ્પેનના સેવીલ બંદરે પહોંચ્યું. તેણે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી. દુનિયાની પ્રદક્ષિણા કરનાર તે પહેલું વહાણ હતું.
વિટ્ટોરિયાની સર વિષે મેં જરા લખાવી લખ્યું છે કેમકે તે અદ્ભુત સફર હતી. આજે તે આપણે સુખસગવડ અને આરામથી રિયા એળગીએ છીએ અને મેટાં જહાજોમાં બેસીને લાંબી સફર કરીએ છીએ. પરંતુ આ આરંભના દરિયાઈ સફર કરનારાઓનો વિચાર કરી જો. અજ્ઞાતમાં ઝંપલાવીને તેમણે અનેક સકટો વેઠ્યાં તથા જોખમેાના સામના કર્યા અને તેમની ભાવી પેઢીના લાકા માટે દરિયાઈ માર્ગો શોધી કાઢ્યા. તે સમયના સ્પેનવાસીઓ તથા ફિરંગી લોક ગર્વિષ્ઠ, મિલ્લજી અને ધાતકી હતા, પરંતુ તેમની બહાદુરી અદ્ભુત હતી અને સાહસની ભાવનાથી તેઓ ભરપૂર હતા.
જ્યારે મૅગેલન પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યો હતો તે સમયે કાર્ટ કિસકા શહેરમાં દાખલ થઈ ને સ્પેનના રાજા માટે આઝટેક સામ્રાજ્ય હ્તી રહ્યો હતો. એને વિષે તથા અમેરિકાની માયા સંસ્કૃતિ વિષે હું આગળ ઉપર કંઈક કહી ગયો છું. કાર્ટે ૧૫૧૯ની સાલમાં મૅકિસકા પહોંચ્યા. પિઝેશ દક્ષિણ અમેરિકાના ઈંકા સામ્રાજ્યમાં (હાલ જ્યાં આગળ પેરુ છે ત્યાં) ૧૫૩૦ની સાલમાં પહેોંચ્યા. હિંમત, સાહસ, દગાબાજી અને ધાતકીપણાનો આશરો લઈ ને તથા ત્યાંના લોકાના માંહેામાંહેના ઝઘડાના લાભ ઉઠાવીને કાટે તથા પિઝેરે। એ પ્રાચીન સામ્રાજ્યોના નાશ કરવામાં તેહમદ થયા. પરંતુ આ બંને સામ્રાજ્યો