Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૫
હિંદના એક વિકટ પ્રશ્નના ઉકેલ
૧૨ તુલાઈ, ૧૯૬૨
મેં તને તૈમુર, તેણે ચલાવેલી ભારે કતલ તથા તેણે રચાવેલાં મનુષ્યની ખાપરીએનાં પિરામિડા વિષે લખ્યું છે. આ બધું કેટલું બધું ભીષણ અને હેવાનિયતભર્યું લાગે છે ! આપણા સુધરેલા જમાનામાં આવું ન બનવા પામે. અને છતાં એ આજે સાવ અશક્ય છે એમ ન માની બેસીશ. આપણા આજના જમાનામાં પણ રચું ખની શકે છે અને શું બને છે એ તાજેતરમાં જ આપણે ભાળ્યું છે અને સાંભળ્યું છે. ચંગીઝ ખાન તથા તૈમુરે કરેલો મનુષ્યો તથા માલમિલકતનો સંહાર બહુ ભારે હતા એમાં શકા નથી. પરંતુ ૧૯૧૪–૧૮ના મહાયુદ્ધમાં થયેલા સંહાર અને ખાનાખરાબી આગળ તે એ પ સાવ નજીવો દીસે છે. અને મગેાલાએ આચરેલી હરેક પ્રકારની ક્રૂરતાને ટપી જાય એવી ભીષણતાના નમૂના આધુનિક સમયમાં પણ મળી આવે છે.
છતાંએ ચંગીઝ કે તૈમુરના કાળ પછી અનેક દિશામાં આપણે પ્રગતિ કરી છે એ નિર્વિવાદ છે. જીવન કેવળ જટિલ જ બન્યું છે એમ નથી; તે સમૃદ્ધ પણ થયું છે. પ્રકૃતિનાં અનેક બળાને શેાધી કાઢી તેના ગુણધર્મો સમજવામાં આવ્યા છે તથા મનુષ્યના કામમાં આવે એવી રીતે તેમને વિનિયોગ કરવામાં આવ્યે છે. ખરેખર આ નવી દુનિયા વધારે સુધરેલી અને સંસ્કારી છે. ત્યારે યુદ્ધને પ્રસ ંગે આપણે હેવાનિયત તરફ કેમ પાછા વળીએ છીએ ? એનું કારણ એ છે કે, વધારે ને વધારે વિધાતક અને ભીષણ હથિયારો શોધવા તથા તેના ઉપયોગ કરવામાં તે મનુષ્યના સુધરેલા મગજના લાભ ઉઠાવે છે, તે બાદ કરતાં યુદ્ધ એ સભ્યતા અને સંસ્કૃતિને સદંતર નકાર અને અભાવ છે. યુદ્રુને પ્રસંગ ઉપસ્થિત થતાવેંત એમાં સડાવાયેલા લોકેમાંના ઘણાખરાએ આવેશવશ થઈ ને અંતશય ઉત્તેજિત થઈ જાય છે અને પરિણામે સભ્યતાએ શીખવેલું ઘણુંખરું તે ભૂલી જાય છે;