Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન આગળ તેનું કશું ચાલ્યું નહિ. બેસ્ફરસની સામુદ્રધુની તે ઓળંગી ન શક્યો. આથી યુરેપ એના ત્રાસથી બચી ગયું.
એ પછી ત્રણ વરસ બાદ ૧૪૦૫ની સાલમાં તેમર મરણ પામ્યા. એ વખતે તે ચીન તરફ કૂચ કરી રહ્યો હતો. એના મરણની સાથે જ લગભગ આખા પશ્ચિમ એશિયા ઉપર વિસ્તરેલું તેનું સામ્રાજ્ય પડી ભાગ્યું. ઉસ્માની તુર્ક, મીસર તથા સુવર્ણ જાતિના રાજકર્તાઓ તેને ખંડણી ભરતા હતા. સેનાપતિ તરીકે તૈમુર. અજોડ હતું અને એની શક્તિ પણ એના સેનાપતિપણામાં જ પરિમિત હતી. સાઇબેરિયાના હિમાચ્છાદિત પ્રદેશ ઉપરની એની કેટલીક ચિંઢાઈ ઓ સાચે જ અસાધારણ હતી. પરંતુ તેની આંતરિક પ્રકૃતિ ગેપ અવસ્થાને પ્રાકૃત જન જેવી હતી. અને સામ્રાજ્યનું સંચાલન કરવા તેણે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઊભી ન કરી કે ન તો ચંગીઝની પેઠે પિતાની પાછળ કાર્યકુશળ માણસે તે મૂકતે ગયે. આથી તૈમુરનું સામ્રાજ્ય તેની સાથે જ નાશ પામ્યું અને પિતાની પાછળ કેવળ સંહાર અને બરબાદીનું મરણ જ મૂતું ગયું. મધ્ય એશિયામાં થઈને સાહસિકે અને વિજેતાઓનાં જે અનેક ધાડાં પસાર થયાં તેમાં સિકંદર, સુલતાન મહમૂદ, ચંગીઝ ખાન અને તૈમુર એ ચાર જણનું સ્મરણ આજે પણ તાજું છે. *
ઉસ્માની તુને હરાવીને તૈમુરે તેમને હચમચાવી મૂક્યા. પરંતુ તેઓ પાછા પગભર થઈ ગયા, અને આપણે આગળ જોઈ ગયા કે બીજા પચાસ વરસમાં (૧૪પ૩માં) તેમણે કન્સાન્ટિનોપલને કબજે લીધે.
હવે આપણે મધ્ય એશિયાની રજા લેવી જોઈએ. સભ્યતાની બાબતમાં તે પાછળ પડી જાય છે અને અંધકારમાં ગરક થઈ જાય છે. આપણું લક્ષ ખેંચે એવો કોઈ મહત્ત્વને બનાવે હવે ત્યાં બનતો નથી. માણસને જ હાથે નાશ પામેલી પ્રાચીન સંસ્કૃતિઓની કેવળ સ્મૃતિ જ રહી જાય છે. કુદરત પણ તેના ઉપર રૂડી: ધીમે ધીમે ત્યાંની હવા વધારે છે વધારે સુકી થતી ગઈ અને પરિણામે ત્યાં મનુષ્યને વસવાટ વસમે બન્યો.
પાછળના સમયમાં મંગોલેની એક શાખા હિંદમાં આવી અને તેણે અહીં એક વિશાળ અને ભવ્ય સામ્રાજ્ય સ્થાપ્યું તે બાદ કરતાં મંગલ લેકની પણ આપણે વિદાય લઈશું. ચંગીઝ ખાન તથા તેના સામ્રાજ્યના ટુકડેટુકડા થઈ જાય છે અને મંગલ લેક ફરી પાછા નાના નાના સરદારોના અમલ નીચે જઈ પડે છે અને પિતાની જૂની ટે ફરી પાછા ગ્રહણ કરે છે.