Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
४२२ જગતના ઇતિહાસનું રેખાદર્શન નીતિરીતિઓને તેઓ વશ થતા જતા હતા. જેમ જેમ યુરોપનું બળ વધતું ગયું તેમ તેમ તુર્ક લે કે તેમની પહેલેની તાકાત ગુમાવતા ગયા અને નબળા પડયા,
ગત યુગેના આપણા પર્યટન દરમ્યાન આપણે એશિયાને યુરોપ ઉપર આક્રમણ કરતાં ઘણી વાર નિહાળે છે. યુરોપે પણ એશિયા ઉપર ચડાઈ કરી હતી પણ તેનું ઝાઝું મહત્ત્વ નથી, આ એશિયા ખંડ વીંધીને સિંકદર હિંદુસ્તાન પહોંચ્યું પણ તેનું કશું ભારે પરિણામ ન આવ્યું. રોમન લે કે તે કદીયે ઇરાકથી આગળ વધ્યા હતા. જ્યારે,
છેક પ્રાચીન સમયથી માંડીને એશિયાની જાતિઓ યુરોપ ઉપર વારંવાર • ફરી વળી છે. યુરોપ ઉપરની આ એશિયાઈ ચડાઈઓમાં ઉમાની તુર્કોની
ચડાઈ એ છેલ્લી હતી. ધીમે ધીમે પરિસ્થિતિ પલટાતી આપણને માલૂમ પડે છે અને યુરોપ આક્રમણકારી વલણ ધારણ કરે છે. ૧૬મી સદીના વચગાળામાં આ પલટો થયે એમ આપણે કહી શકીએ. ન ધાયેલ અમેરિકા તરત જ યુરેપના કબજામાં આવી જાય છે. એશિયાને પ્રશ્ન વધારે વસમો હતો. યુરોપની પ્રજાઓ એશિયા ખંડના જુદા જુદા પ્રદેશમાં અડ્ડો નાખવાને મથે છે અને અઢારમી સદીના મધ્ય ભાગ સુધીમાં તેઓ એશિયાના કેટલાક પ્રદેશ ઉપર આધિપત્ય જમાવવા માંડે છે. આ હકીક્ત બરાબર લક્ષમાં રાખવી જોઈએ કેમકે ઇતિહાસથી અજાણ એવા કેટલાક લેકે એમ જ ધારે છે કે યુરોપ એશિયા ઉપર હમેશનું આધિપત્ય ભગવતું આવ્યું છે. આપણે હવે જોઈશું કે યુરોપન આ નવ અધિકાર તાજેતરનો જ છે અને એ પરિસ્થિતિ પણ ક્યારનીયે બદલાવા માંડી છે તથા તેને અધિકાર પણ જરીપુરાણે થઈ ગયેલ માલૂમ પડે છે. પૂર્વના બધા દેશોમાં નવા વિચારે તરવરી રહ્યા છે, સ્વતંત્રતા હાંસલ કરવા માટેની પ્રચંડ ચળવળે યુરોપના આધિપત્યને પડકારીને તેને હચમચાવી રહી છે. હરેક પ્રકારના સામ્રાજ્યવાદ તથા શોષણને અંત આણવા માગતા સમાનતાના સામાજિક ખ્યાલે આ રાષ્ટ્રીય ખ્યાલે કરતાં પણ વધારે તલસ્પર્શી અને વ્યાપક છે. યુરોપ એશિયા ઉપર આધિપત્ય ભેગવે કે એશિયા યુરોપ ઉપર આધિપત્ય ભગવે અથવા તે એક દેશ બીજા દેશને ચૂસે એ સવાલ ભવિષ્યમાં રહેશે નહિ.
આ બહુ લંબાણ પ્રસ્તાવના થઈ. હવે આપણે મંગલ લોકોની વાત ઉપર આવીએ. આપણે તેમની કારકિર્દીને અનુસરીએ અને તેમના