Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન લાભ પણ મળતા. તેમને બહુ સારી લશ્કરી તાલીમ મળતી અને એ રીતે તેઓ લશ્કરી ઉમરા બનતા. આ જાંનિસાર સન્ય તુર્ક સુલતાનના આધારસ્તંભરૂપ બન્યું. જૂનિસાર શબ્દ જાન (જીવન), અને નિસાર (બલિદાન) ઉપરથી બન્યું છે અને એનો અર્થ જીવનનું બલિદાન આપનાર એ થાય છે
એ જ રીતે મીસરમાં પણ જાંનિસારને મળતું સેન્ય રચવામાં આવ્યું હતું. તે “મામેલૂક'ના નામથી ઓળખાતું. તે અતિશય બળવાન બન્યું અને બધી સત્તા તેના હાથમાં આવી પડી. અને એ માલૂકામાંથી જ કેટલાક તે મીસરના સુલતાન પણ બન્યા.
કૉન્સ્ટાન્ટિનોપલ લીધા પછી ઉસ્માની સુલતાનેએ તેમના પુરગામીઓની એટલે કે બાઝેન્ટાઈન સમ્રાટોની વિલાસિતા તથા દુરાચાર વગેરે કુટેને વારસો પણ લીધે. બાઇઝેન્ટાઈન લેકેની અધોગતિએ પહોંચેલી સામ્રાજ્ય પ્રણાલીએ તેમને સંપૂર્ણ રીતે આવરી લીધા અને ધીમે ધીમે તેમની શક્તિ પણ ચૂસી લીધી. પણ થોડા વખત સુધી તે તેઓ બળવાન રહ્યા અને ખ્રિસ્તી યુરોપ તેમનાથી ડરતું હતું. તેમણે મીસર જીતી લીધું અને સત્તાહીન તથા નબળા પડી ગયેલા અભ્યાસી સમ્રાટોના પ્રતિનિધિ પાસેથી ખલીફને ઇલકાબ છીનવી લીધે એ વખતે ખલીફને ઇલકાબ હજી અબ્બાસીએ ધારણ કરતા હતા. એ સમયથી માંડીને હમણું થોડા વખત ઉપર સુધી ઉસ્માની સુલતાને પિતાને ખલીફ કહેવડાવતા હતા. મુસ્તફા કમાલ પાશાએ હમણાં જ થોડા વખત ઉપર સુલતાનિયત અને ખિલાત એ બંનેને અંત આણે.
કસ્ટાન્ટિનોપલના પતનને દિવસ એ યુરોપના ઈતિહાસમાં અતિશય મહત્ત્વને દિવસ છે. એ દિવસે એક યુગ પૂરે છે અને બીજાને આરંભ થયે એમ માનવામાં આવે છે. હવે મધ્યયુગને અંત આવે છે. એક હજાર વરસના અંધકાર યુગને પણ હવે અંત આવે છે અને યુરોપમાં નવા જીવન અને નવી શક્તિને તરવરાટ સર્વત્ર નજરે પડે છે. એને પુનર્જાગ્રતિ (રેનેસાંસ)ને આરંભ અથવા તો વિદ્યા અને કળાના નવજીવનની શરૂઆત કહેવામાં આવે છે. જનતા જાણે લાંબી ઊંઘમાંથી જાગતી હોય એમ લાગ્યું અને ગૌરવની પરાકાષ્ટાએ પહોંચેલા સદીઓ પહેલાંના પ્રાચીન ગ્રીસ તરફ તેણે પિતાની નજર દોડાવી અને તેની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી. જેને ચર્ચ ઉત્તેજન આપતું હતું એવી ગમગીનીભરી અને ગાંભીર્યપૂર્ણ જીવનદષ્ટિ તથા મનુષ્યના આત્માને