Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૦૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન
બીજા પરગણાં પણ તેમની સાથે જોડાયાં અને ૧૪૯૯ની સાલમાં સ્વિટ્ઝરલૅન્ડ સ્વતંત્ર પ્રજાતંત્ર બન્યું. જુદાં જુદાં પરગણાંનું તે સમવાયતંત્ર હતું અને તે સ્વીસ સમવાયતંત્ર કહેવાતું હતું. પહેલી ઑગસ્ટને દિવસે સ્વિટઝરલૅન્ડમાં પર્વતની ટોચ ઉપર આપણે હોળીની પેઠે સળગતી વાળા જોઈ હતી તે તને યાદ છે? સ્વીસ લોકોને એ રાષ્ટ્રીય દિન અને તેમની ક્રાંતિના આરંભની જયંતી હતી. તે સમયે આસ્ટ્રિયાના રાજાની સામે બંડ પોકારવાના સકેત માટે આવી હોળી પ્રગટાવવામાં આવી હતી.
પૂર્વ યુરોપમાં કૉન્સ્ટેન્ટિનોપલની શી દશા હતી ? તને યાદ હશે કે લૅટિન ક્રૂઝેડરોએ ૧૨૦૪ની સાલમાં આ શહેર ગ્રીકા પાસેથી જીતી લીધું હતું. ૧૨૬૧ની સાલમાં ગ્રીક લોકોએ તેમને હાંકી કાઢવા અને તેમણે પૂર્વના સામ્રાજ્યની ફરીથી સ્થાપનાં કરી. પરંતુ એથીયે માટે જો ભય તેમના તરફ આવી રહ્યો હતો.
જે સમયે મગાલ લોકેા એશિયામાં આગળ ધર્યે જતા હતા - ત્યારે પચાસ હજાર આટામન યા ઉસ્માની તુર્કો તેમનાથી જુદા પડી ગયા હતા. તેઓ ઉસ્માન નામના પૂર્વજ અથવા તો રાજ્યવંશના સ્થાપકના વંશમાંથી ઊતરી આવેલા પોતાને ગણાવતા. તેથી કરીને તેઓ ઉસ્માની તુ કહેવાતા. આ ઉસ્માની તુર્કાએ પશ્ચિમ એશિયામાં સેલ્લુક તુર્કાને આશરો લીધો. બેલ્જીક તુર્કા નબળા પડતા ગયા તેમ તેમ ઉસ્માની તુ બળવાન થતા ગયા હોય એમ જણાય છે. ઉસ્માની તુર્કા ચોતરફ ફેલાતા ગયા. તેમની પહેલાં બીજા ઘણાએ કર્યું હતું તેમ કૉન્સ્ટાન્ટિનોપલ ઉપર હલ્લા કરવાને ખલે એ શહેરની પાસે થઈ ને પસાર થઈ ૧૩પ૩ની સાલમાં તેમણે યુરોપમાં પ્રવેશ કર્યાં. તેઓ ઝપાટાભેર ફેલાઈ ગયા અને બલ્ગેરિયા તથા સર્બિયાનો કબન્ને લઈ ડ્રિયાને પલને તેમણે પોતાની રાજધાની બનાવી. આમ કૉન્સ્ટાન્તિનેપલની બંને બાજુએ યુરોપ તથા એશિયામાં ઉસ્માની સામ્રાજ્ય ફેલાયું. એ કાન્સ્ટાન્ટિનોપલના ચેતરફ પણ ફરી વળ્યું. પરંતુ તે શહેર તેની બહાર રહ્યું . પણ હજાર વરસના પુરાણા અને ગૌરવશાળી પૂર્વના રોમન સામ્રાજ્યમાંથી એ શહેર સિવાય લગભગ ખીજું કશું જ રહ્યુ નહોતું. તુ લેકે પૂર્વના સામ્રાજ્યને ઓહિયાં કરતા જતા હતા છતાંયે સુલતાનો તથા સમ્રાટો વચ્ચે મિત્રતાભર્યાં સબંધો હોય એમ જણાય છે. તેમના કુટુ ંબોમાં પરસ્પર લગ્નવ્યવહાર પણ ચાલુ હતો. આખરે ૧૪૫૭ની સાલમાં કોન્સ્ટાતોપલ