Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૦૫
મધ્યયુગને અંત ધીમે ધીમે વધારે ને વધારે સત્તાધારી તથા આપખુદ બનતે ગયો. રાજા અને નવા ઊભા થયેલા વેપારી વર્ગ વચ્ચે ઝઘડે હવે પછી ઉપસ્થિત થનાર હતા.
- ૧૩૪૮ની સાલના અરસામાં યુરોપમાં પ્લેગનો ઉપદ્રવ ફાટી નીકળે. યુદ્ધ અને ખૂનરેજી કરતાં પણ તે વધારે ભીષણ હતું. રશિયા અને એશિયામાઇનરથી માંડીને આખા યુરોપ ઉપર અને છેક ઇંગ્લંડ સુધી આ મરકી ફેલાઈએ મીસર, ઉત્તર આફ્રિકા અને મધ્ય એશિયામાં ફરી વળી અને પછી પશ્ચિમ તરફ ફેલાઈ. એ “કાળી મરકી” (બ્લેક ડેથ)ને નામે ઓળખાય છે અને એણે લાખ્ખોની સંખ્યામાં લેકેને ભોગ લીધે. એને લીધે ઇંગ્લંડની ત્રીજા ભાગની વસતી નાશ પામી. ચીન અને બીજા પ્રદેશની મરણસંખ્યા તે એથીયે ઘણી વધારે હતી. આ મરકી હિંદમાં ન આવી એ ખરેખર આશ્ચર્યકારક છે.
આ કારમી આફતને લીધે વસતી અતિશય ઘટી ગઈ અને કેટલેક ઠેકાણે તે જમીન ખેડવા જેટલા માણસો પણ જીવતા ન રહ્યા. માણસની આ ખોટને કારણે મજૂરોના મજૂરીના દરે જે પહેલાં અતિશય કંગાળ હતા તે વધવા પામ્યા. પરંતુ પાર્લામેન્ટનો કાબૂ જમીનદારો અને મિલકત ધરાવનારાઓના હાથમાં હતા. એટલે તેમણે જૂના કંગાળ દરથી કામ કરવાની અને વધારે મજૂરીની માગણું ન કરવાની ફરજ પાડતા કાયદા પસાર કર્યા. સહન ન થઈ શકે એટલી હદ સુધી કચડાયેલા અને
સાતા ગરીબ કિસાનોએ બંડ કર્યો. એક પછી એક આખા પશ્ચિમ યુરોપમાં આવાં કિસાનોનાં બડે થયાં. ૧૩૫૮ની સાલમાં ક્રાંસમાં આવું બંડ થયું તે “જેકેરી ને નામે ઓળખાય છે. ઈગ્લેંડમાં વોટ સ્ટાઈલરનું બંડ થયું. તેમાં ૧૩૮૧ની સાલમાં ટાઈલરને પ્રત્યક્ષ રાજાની આગળ જ મારી નાખવામાં આવ્યા. આ બધાં બંડે શમાવી દેવામાં આવ્યાં અને કેટલેક ઠેકાણે તેમ કરવામાં અતિશય કરતા દાખવવામાં આવી. પરંતુ સમાનતાના નવીન વિચારે ધીમે ધીમે ફેલાતા જતા હતા. લે કે એવું પૂછવા લાગ્યા હતા કે, બીજા કેટલાક તવંગર છે અને તેમની પાસે દરેક વસ્તુ અખૂટ પ્રમાણમાં છે અને પોતે ગરીબ કેમ છે તથા ભૂખે શાથી મરે છે? કેટલાક લર્ડ અથવા ઉમરાવ છે અને બીજાઓ સર્ફ એટલે કે, આસામી અથવા દાસ છે એ શાથી? કેટલાક પાસે સુંદર કપડાં છે જ્યારે બીજાઓ પાસે લાજ ઢાંકવા પૂરતાં ચીંથરાં પણ કેમ નથી ? જેના પાયા ઉપર સમગ્ર ફડલ સમાજ-વ્યવસ્થા રચાયેલી