Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૨
મધ્યયુગને અંત
૨ જુલાઈ, ૧૯૭૨ તેરથી પંદરમી સદીના યુરેપ ઉપર આપણે ફરીથી નજર ફેરવી જઈએ. એ કાળ દરમ્યાન ત્યાં આગળ બહુ ભારે અંધેર, હિંસા અને લડાઈટંટા હોય એમ જણાય છે. એ સમયે હિંદુસ્તાનની સ્થિતિ પણ બહુ ખરાબ હતી, પરંતુ યુરોપની સ્થિતિની સરખામણીમાં તે હિંદની સ્થિતિ આપણને સુલેહશાંતિભરી લાગે.
મંગલ લેકે એ યુરોપમાં દારૂગોળો દાખલ કર્યો અને હવે ત્યાં બજૂક વગેરે અન્નો વપરાવા લાગ્યાં હતાં. પિતાના બંડખોર યૂડલ ઉમરાને દાબી દેવામાં રાજાઓએ એ હથિયારોને ઉપયોગ કર્યો. આ કાર્યમાં તેમને શહેરોમાં નવા ઊભા થયેલા વેપારી વર્ગની સહાય મળી. ઉમરાને પરસ્પર એકબીજા સામે લડવાની આદત પડી ગઈ હતી. એથી કરીને તેઓ નબળા પડતા ગયા એ ખરું, પરંતુ એ લડાઈઓને લીધે આસપાસના સામાન્ય લેકની ભારે હેરાનગતી થતી. રાજાની સત્તા વધતી ગઈ તેમ તેમ તેણે ઉમરાવોની આ આપ આપની લડાઈઓ બંધ કરી દીધી. કેટલેક ઠેકાણે તે રાજ્યગાદીને દાવો કરતા બે હરીફ પક્ષે વચ્ચે આંતરયુદ્ધો પણ થતાં. આ રીતે કે કુળ અને લેંકેસ્ટર કુળ એ બે કુળો વચ્ચે ઈંગ્લંડમાં લડાઈ થઈ. બંને પક્ષે ગુલાબના ફૂલને પિતાનું નિશાન બનાવ્યું હતું –એક પક્ષે ધોળા ગુલાબને અને બીજાએ રાતા ગુલાબને. – તેથી કરીને આ યુદ્ધો ગુલાબનાં યુદ્ધો તરીકે ઓળખાય છે. આ આંતરયુદ્ધોમાં સંખ્યાબંધ ફયૂડલ ઑર્ડ અથવા ઉમર માર્યા ગયા, ઝેડે પણ તેમનામાંના ઘણાને ભોગ લીધો હતો. આ રીતે ફયૂડલ ઉમરને કાબૂમાં આણવામાં આવ્યા. પણ એનો અર્થ એ નથી કે સત્તા ઉમરા પાસેથી ખસીને જનતાના હાથમાં ગઈ. એથી કરીને તે રાજાઓ વધારે બળવાન બન્યા. જનતાની તે લગભગ અસલ હતી તેવી જ દશા રહી. ઉમરાની માહમાંહેની લડાઈઓ ઓછી થવાથી તેમને કંઈક લાભ થયે ખરે પરંતુ રાજા