Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
મુસલમાનનું હિંદમાં હુમલાખાર તરીકે આગમન થયું તેને લીધે અહીં ધર્મની બાબતમાં જબરદસ્તીનું તત્ત્વ દાખલ થયું. વાસ્તવમાં એ વિજેતા અને પરાજિતા વચ્ચેની રાજકીય લડત હતી પરંતુ તે ધાર્મિક તત્ત્વના પાસથી રંગાયેલી હતી. વળી, પ્રસ ંગોપાત્ત ધાર્મિક મન પણ કરવામાં આવતું હતું પરંતુ ઇસ્લામ આવા દમનની હિમાયત કરત હતા એમ માની બેસવું એ ભૂલભરેલું છે. ૧૬૧૦ની સાલમાં રહ્યાસસ્થા આરને સ્પેનમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે તેમનામાંના એક સ્પેનના મુસલમાને કરેલા મજાના ભાષણનો હવાલ મળી આવે છે. ક્વિઝિશનના વિરોધ કરતાં તે કહે છે કે: અમારા વિજયી પૂર્વજોએ પોતે એ કરવા માટે સમર્થ હતા ત્યારે સ્પેનમાંથી ખ્રિસ્તી ધર્મનું નિકંદન કાઢવાને કદીયે પ્રયાસ કર્યાં હતા ? તમારા વડવાએ જ્યારે પરાધીન દશામાં હતા ત્યારે તેમણે તેમન છૂટથી પોતાની ધાર્મિક ક્રિયાઓ કરવાની પરવાનગી નહેતી. આપ ? બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના થોડાઘણા દાખલા હોય તાયે તે એટલા જૂજ છે કે તેના ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હોય. ખુદા અને પયગમ્બરના ડર ન રાખનારાઓએ એવા પ્રયત્ન કર્યા હતા અને એમ કરવામાં તેઓ કુરાનના પવિત્ર સિદ્ધાંતા અને આજ્ઞાઓથી તદ્દન વિરુદ્ધ વર્યાં છે. મુસલમાનનું ઇજ્જતદાર બિરદ ધરાવનાર કાઈ પણ વ્યક્તિ પોતે ધર્માં ભ્રષ્ટ થયા વિના કુરાનના એ સિદ્ધાંતા અને આનાના ભગ ન કરી શકે. ધર્મ સંબંધી ભિન્ન માન્યતા હોવાને કારણે સ્થાપવામાં આવેલી તમારા ઇક્વિઝિશનને કંઈક અંશે પશુ મળતી આવતી લોહીતરસી વિધિપુરઃસરની અદાલત તમે અમારી વ્યવસ્થામાં દર્શાવી શકશે નહિં. અમારા ધર્મના અંગીકાર કરવાની ઇચ્છાવાળાઓને વધાવી લેવા માટે અમે હંમેશાં તત્પર છીએ એ ખરું, પરંતુ અમારું કુરાને શરીફ મનુષ્યના અંતરાત્મા ઉપર જબરદસ્તી કરવાની અમને પરવાનગી આપતું નથી. ’
૪૦૨
આમ, ધાર્મિ ક સહિષ્ણુતા અને અંતરાત્માની સ્વતંત્રતા જે હિંદી જીવનનાં પ્રધાન લક્ષણો હતાં તે અમુક અંશે આપણામાંથી લુપ્ત થયાં, જ્યારે અનેક લડતા પછી આ સિદ્ધાંતોની સ્થાપના કરવામાં યુરોપ આપણી હરળમાં આવ્યું અને પછી આપણી આગળ નીકળી ગયું. આજે હિંદમાં કદી કદી ધાર્મિક ઝઘડા થાય છે અને હિંદુ તથ મુસલમાન એકબીજા સામે લડે છે અને એકબીજાની કતલ કરે છે.