Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
३८२
જગતના ઈતિહાસનું રેખાદર્શન સુમાત્રા, સિલેન અને દક્ષિણ હિંદનું પણ થોડું ખ્યાન આપ્યું છે. પૂર્વ ગેળાર્ધના બધા ભાગોમાંથી આવતાં વહાણથી ઊભરાતાં ચીનનાં મોટાં બંદરની તે આપણને માહિતી આપે છે. તેમાંના કેટલાંક વહાણે તે એટલાં બધાં મેટાં હતાં કે તે ચલાવવા માટે તેમાં ૩૦૦ થી ૪૦૦ ખલાસીઓને કાલે રહેતે. તે ચીનને સમૃદ્ધ અને ખુશમિજાજ તેમજ આબાદ તથા અનેક શહેરો અને કસબાઓવાળા દેશ તરીકે વર્ણવે છે. વળી તે જણાવે છે કે ત્યાં આગળ “રેશમી, જરિયાન તથા કિનખાબી કાપડ બનતું હતું '; તેમજ ત્યાં “સુંદર દ્રાક્ષના બગીચાઓ તથા વાડીઓ વગેરે હતાં '; તથા બધા ધોરી માર્ગો ઉપર “ઠેર ઠેર મુસાફરો માટે સુંદર મુસાફરખાનાઓ હતાં. તે એ પણ જણાવે છે કે રાજ્યના સંદેશાઓ લઈ જવા લાવવા માટે ત્યાં સંદેશવાહકેને ખાસ પ્રબંધ કરવામાં આવ્યું હતું. આ શાહી સંદેશાઓ ઘડા ઉપર ૨૪ કલાકના ૪૦૦ માઈલની ઝડપથી પ્રવાસ કરતા. માર્ગમાં જરૂર પ્રમાણે ઘોડાઓ બદલાતા રહેતા. આ ગતિ કંઈજેવીતેવી ન ગણાય. એ પુસ્તકમાંથી આપણને એવી માહિતી પણ મળે છે કે ચીનના લેકે જમીનમાંથી કાળા પથ્થર ખોદી કાઢતા અને બળતણની જગ્યાએ તેને ઉપયોગ કરતા. આને અર્થ એ છે કે ચીને લેકે ખાણમાંથી કેલસે ખોદી કાઢતા અને બળતણ તરીકે તેને ઉપયોગ કરતા હતા. કુબ્લાઈ ખાને કાગળનું ચલણ પણ ચલાવ્યું હતું એટલે કે તેણે કાગળની નોટનું ચલણ ચલાવ્યું હતું અને આજની પેઠે એ નેટમાં લખ્યા મુજબની કિંમતનું સોનું આપવાનું વચન તેમાં આપવામાં આવ્યું હતું. આ અતિશય મહત્વની બીના છે; કેમકે શાખથી નાણાંની લેવડદેવડ કરવાની આધુનિક પદ્ધતિને તેણે અમલ કર્યો હતે એ તે બતાવે છે. માર્કેએ લખ્યું છે કે ચીનમાં પ્રેસ્ટર જોનના અમલ નીચે એક ખ્રિસ્તી વસાહત પણ છે. આ જાણીને તે યુરોપના લેકે દિંગ થઈ ગયા. ઘણું કરીને તેઓ મંગોલિયાના પુરાણું નેસ્ટેરિયન સંપ્રદાયના લેકે હેવાને સંભવ છે.
જાપાન, બ્રહ્મદેશ અને હિંદુસ્તાન વિષે પણ તેણે લખ્યું છે. એમાંનું કેટલુંક તેણે જાતે જોયેલું અને કેટલુંક તેણે બીજાઓ પાસેથી સાંભળેલું છે. માર્કોનો હેવાલ એ એક અદ્ભુત પ્રવાસવર્ણન છે. એ પુસ્તકે યુરોપના લેકની આંખ ઉઘાડી. યુરોપના નાના નાના દેશમાં રહીને ક્ષુલ્લક ઈર્ષ્યા અને દ્વેષમાં રચ્યાપચ્યા રહેતા ત્યાંના લેકે આગળ એણે વિશાળ દુનિયાની મહત્તા, સંપત્તિ અને અદ્ભુતતા રજૂ કર્યા.