Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રામન ચચ લડાયક સ્વરૂપ ધારણ કરે છે ૩૯૫ સમયના ચર્ચથી અસંતુષ્ટ થઈને લેકે ધીરે ધીરે અને કંઈક અનિશ્ચિતપણે પ્રકાશ માટે અન્યત્ર તલાશ કરવા લાગ્યા. આ વૃત્તિ સામે ચર્ચે ત્રાસનું હથિયાર ઉગામ્યું અને લેકના મન ઉપર કાબૂ જબરદસ્તીથી ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને ખબર નહોતી કે માણસનું મન એ તે હિકમતી ચીજ છે અને તેને વશ કરવા માટે પશુબળ એ તે અતિશય કંગાળ હથિયાર છે. એથી ચર્ચે વ્યક્તિઓ તેમ જ સમૂહોના અંતરમાં ઊઠતી ભાવનાઓને ગૂંગળાવી મારવાનો પ્રયત્ન આરંભ્ય. સંશયનું નિવારણ દલીલ કે બુદ્ધિથી કરવાને બદલે તેણે તેની સામે લાઠી તથા અગ્નિમાં બાળી મૂકવાના ઉપાયો અજમાવ્યા.
છેક ૧૧૫૫ની સાલમાં પણ ઇટાલીમાં બ્રેસિયાને વતની આર્નોલ્ડ નામને એક લેકપ્રિય અને નેક ધર્મોપદેશક પિપના કોપને ભેગ બન્યો હતો. આર્નોલ્ડ પાદરીઓના, વૈભવવિલાસ તથા ભ્રષ્ટતા સામે પ્રચાર કરતા હતા. આથી તેને પકડીને ફાંસીએ લટકાવવામાં આવ્યો તથા તેના મૃતદેહને બાળી મૂકવામાં આવ્યું અને લેકે એના અવશેષ સંઘરી ન રાખે એટલા ખાતર તેની રાખને ટાઈબર નદીમાં નાંખી દેવામાં આવી. આર્નોલ્ડ તેની છેવટની ઘડી સુધી અડગ અને સ્વસ્થ રહ્યો હતે.
પિપ આટલેથી જ અટક્યા નહિ. તેમણે તે ધાર્મિક માન્યતાની નજીવી સરખી બાબતમાં પણ જુદા પડતા તથા પાદરીઓની કંઈક વિશેષપણે ટીકા કરનાર સમૂહે તથા ખ્રિસ્તી સંપ્રદાન બહિષ્કૃત કર્યા.
આ લેકની સામે વ્યવસ્થિત રીતે ક્રઝેડ પોકારવામાં આવી અને તેમની સામે ધૃણું ઉત્પન્ન કરે એવી વિધવિધ પ્રકારની ક્રૂરતા અને ભીષણ દમન અજમાવવામાં આવ્યાં. દક્ષિણ ક્રાંસમાં આવેલા તૂ શહેરના આબીજોઈ (અથવા આબીજીન્સીઝ) અને વાન્ડેન્સીઝ – વાલ્વે નામના માણસના અનુયાયીઓ – તરફ આ જ પ્રકારનું વર્તન ચલાવવામાં આવ્યું.
- આ અરસામાં, અથવા કહો કે એથી કંઈક પહેલાં ઈટાલીમાં એસીસીને કાન્સિસ નામને એક માણસ રહેતે હતે. ખ્રિસ્તી ઈતિહાસમાં તે એક અતિશય આકર્ષક વ્યક્તિ છે. તે ધનિક માણસ હતો, પરંતુ પિતાની ધનદેલતને ત્યાગ કરી તેણે ગરીબાઈનું વ્રત લીધું અને ગરીબ તથા રોગીઓની સેવા કરવાને દુનિયામાં નીકળી પડ્યો અને રક્તપિત્તિયાઓ સોથી વધારે દુ:ખી અને ઉપેક્ષિત હોવાથી તે ખાસ કરીને તેમની સેવામાં પરેવા. તેણે એક સંઘની સ્થાપના કરી. એ સંધ