Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
७०
રોમન ચર્ચા લડાયક સ્વરૂપ ધારણ કરે છે
૨૮ જૂન, ૧૯૩૨
કુલાઈ ખાને ચીનમાં ૧૦૦ વિદ્વાને મેકલવાના પોપ ઉપર સંદેશે મેકણ્યેા હતો. તે વિષે હું તને કહી ગયા છું. પરંતુ પોપ કુલ્લાઈ ખાનની આ માગણી સ ંતોષી શક્યો નહિ. તે સમયે તેની કઈક ખૂરી દશા હતી. તને યાદ હોય તો આ ક્રેડરિક ખીજાના મરણ પછીના સમય હતો. એ સમયે ૧૨૫૦થી ૧૨૭૩ની સાલ સુધી પવિત્ર રોમન સામ્રાજ્યને કાઈ પણ સમ્રાટ નહાતા. એ કાળે મધ્ય યુરોપની દશા અતિશય ભયાનક હતી. ત્યાં આગળ અંધેર પ્રવતું હતું. લૂંટારુ નાઈટ યા સૈનિકો ઠેર ડૅર લૂંટફાટ કરતા હતા. ૧૨૭૩ની સાલમાં હૅપ્સબર્ગનો રુડોલ્ફ સમ્રાટ થયા. પરંતુ એથી કરીને પરિસ્થિતિ ઝાઝી સુધરી નહિ. ઇટાલી સામ્રાજ્યમાંથી છૂટું પડી ગયું.
ત્યાં આગળ એ સમયે રાજકીય અધાધૂંધી પ્રવતતી હતી એટલું જ નહિ, પણ રોમન ચર્ચની દૃષ્ટિથી તે ધાર્મિક અંધાધૂંધીના પણુ આરંભ થઈ ચૂક્યો હતો. હવે લોક ચર્ચની આજ્ઞાનું પાલન કરવા જેટલા નમ્ર નહાતા રહ્યા. તેમનામાં સંશયે પગપેસારો કર્યાં હતા અને ધર્માંની ખબતમાં તે સંશય એ જોખમકારક વસ્તુ ગણાય. આપણે આગળ ઉપર જોઈ ગયાં કે ક્રેડરિક ખીન્ને પેપ સાથે પણ એપરવાઈ ભયું વન રાખતા અને પોતાને ધમ બહાર કરવામાં આવે તેની પણ તેને ઝાઝી પડી નહોતી. તે તો પોપ જોડે લેખી ચર્ચામાં પણ ઊતર્યાં અને એ ચર્ચામાં પોપ ઝાંખા પડ્યો હતો. એ સમયે યુરોપમાં ફ્રેડિરેક જેવા બીજા ઘણાયે સંશયગ્રસ્ત લેકે! હોવાનો સંભવ છે. ખીજા કેટલાક એવા પણ હતા, જે પાપ કે ચર્ચના દાવાની બાબતમાં શંકાશીલ નહાતા તેમજ તેને વિરોધ પણ નહેાતા કરતા, પરંતુ ચર્ચના મેટા મોટા અધિકારીઓના વૈભવ વિલાસ તથા સડા પ્રત્યે તેમને ભારે અણગમા હતા.
ક્રૂઝેડા પણ નામેોશીભરેલી રીતે પૂરી થવાની અણી ઉપર હતી. ભારે આશા અને ઉત્સાહથી તેનો આર ંભ થયો હતો પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું. આવી નિષ્ફળતાએ અચૂક પ્રતિક્રિયામાં પરિણમે છે, તે