Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન રહ્યો હતો અને માનવીઓનાં દળે ત્યાંથી ઉપરાછાપરી નીકળીને પશ્ચિમ તથા દક્ષિણ તરફ જીત મેળવતાં આગળ ધસ્યાં હતાં. આજે તે પ્રદેશ લગભગ વેરાન અને ઉજ્જડ જેવો છે. ત્યાં બહુ જ ઓછી વસતી છે અને જૂજ નાના નાના કઆઓ છે. તે સમયે ત્યાં ઘણું વધારે પ્રમાણમાં પાણી હોવું જોઈએ, જેને લીધે આટલી મોટી વસતી ત્યાં રહી શકી. જેમ જેમ હવા વધારે સૂકી બનતી ગઈ અને પાણીનું પ્રમાણ ઘટતું ગયું તેમ તેમ વસતી ઘટતી ગઈ - આ લાંબા પ્રવાસનો એક ફાયદો હતે ખરે. પ્રવાસીને નવી નવી ભાષાઓ શીખવાને સમય મળત. વેનિસથી પેકિંગ પહોંચતાં આ ત્રણ પિલેને સાડાત્રણ વરસ લાગ્યાં. આ લાંબા ગાળા દરમ્યાન માએ મંગલ ભાષા ઉપર કાબૂ મેળવ્યું. સંભવ છે કે એ દરમ્યાન ચીની ભાષા પણ તેણે જાણી લીધી હેય. માકે મહાન ખાનને પ્રતિપાત્ર થઈ પડ્યો અને લગભગ સત્તર વરસ સુધી તેણે ખાનની નોકરી કરી. તેને સૂબો બનાવવામાં આવ્યા અને રાજ્યના કામને અંગે તેને ચીનના જુદા જુદા ભાગોમાં મોકલવામાં આવતો. માર્યો અને તેને પિતા પિતાને વતન વેનિસ પાછા ફરવા માટે ખૂબ ઝંખતા હતા પરંતુ એ માટે ખાનની પરવાનગી મેળવવી સહેલી નહોતી. આખરે તેમને પાછા ફરવા માટેની તક સાંપડી. ઈશનના ઈખન સામ્રાજ્યના શાસકની પત્ની મરણ પામી. તે કુબ્લાઈનો પિત્રાઈ થતું હતું. તેની ઈચ્છા ફરીથી લગ્ન કરવાની હતી. પરંતુ તેની મરનાર પત્નીએ તેમના કુળની બહારની કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન ન કરવાનું તેની પાસેથી વચન લીધું હતું. આથી આરોને (કુબ્લાઈને પિતરાઈ) કુબ્લાઈ પાસે કિંગ પિતાને પ્રતિનિધિ મોકલી પિતાને માટે પિતાના કુળની યોગ્ય કન્યા મેકલવાની વિનંતી કરી.
કુખ્યાઈ ખાને એક તરુણ મંગલ રાજકુંવરીને પસંદ કરી અને તેના બીજા પરિજનો ઉપરાંત આ ત્રણે પોલેને પણ તેની સંગાથે મોકલ્યા; કેમકે તેઓ અનુભવી પ્રવાસીઓ હતા. દક્ષિણ ચીનમાંથી તેઓ દરિયામાર્ગે સુમાત્રા પહોંચ્યાં અને થડે સમય ત્યાં આગળ કાયાં. તે સમયે સુમાત્રામાં શ્રીવિજયનું બૈદ્ધ સામ્રાજ્ય હતું. પરંતુ હવે તે ક્ષીણ થવા માંડયું હતું. સુમાત્રાથી એ મંડળી દક્ષિણ હિંદ આવી. દક્ષિણ હિંદના પાંડ્ય રાજ્યમાં આવેલા વેપારજગારથી ધીકતા કાયેલ બંદરની માએ લીધેલી મુલાકાત વિષે હું તને આગળ ઉપર કહી