Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મહાન પ્રવાસી માર્કો પોલો
(૩૮૯ થઈને તેઓ પેકિંગ પહોંચ્યા. પ્રવાસ માટે તેમની પાસે ભારે અસરકારક પરવાનો (પાસપોર્ટ) હતું. મહાન ખાને પોતે આપેલું સુવર્ણ પત્ર તેમની પાસે હતું.
- પ્રાચીન રોમના સમયમાં પણ ચીન અને સીરિયા વચ્ચેનો આ જ વેપારી માર્ગ હતો. થોડાક વખત ઉપર વેન હેડીન નામના સ્વીડનના એક પ્રવાસી અને શોધકની ગેબીના રણની મુસાફરીને હેવાલ મેં વાંચ્યો હતો. પેકિંગથી નીકળી તે પશ્ચિમ તરફ ગયું હતું અને ગેબીનું રણ ઓળંગી લેપનાર સરેવર આગળ થઈને પોતાની અને ત્યાંથી આગળ ગયું હતું. તેની પાસે બધી આધુનિક સગવડ હતી તે પણ પ્રવાસમાં તેને ઘણું હાડમારી અને મુસીબત વેઠવી પડી હતી. ૭૦૦ કે ૧૩૦૦ વરસ પહેલાં જ્યારે પિલે તથા હ્યુએન ત્સાંગે એ માર્ગે થઈને પ્રવાસ કર્યો ત્યારે તે કેટલે બધે વિકટ હશે! વૅન હેડીને એક મજાની શોધ કરી છે. તેને માલૂમ પડયું કે લેપનર સરોવરે પિતાનું સ્થાન બદલ્યું છે. ઘણા લાંબા વખત ઉપર, ચોથી સદીમાં, લેપનાર સરોવરમાં પડતી તારીને નદીએ પિતાને પ્રવાહ-માર્ગ બદલ્યું હતું અને રણની રેતીએ તેના ત્યજાયેલા પ્રવાહ-માર્ગને તરત જ ઢાંકી દીધે હતું. ત્યાં આગળ આવેલું લાઉલન શહેર આથી બહારની દુનિયાથી અળગું પડી ગયું અને તેના નગરવાસીઓ આ પાયમાલ થયેલા શહેરને છોડીને બીજે ચાલ્યા ગયા. આ નદીને કારણે સરવરે પણ પિતાનું સ્થાન બદલ્યું અને પરિણામે પ્રાચીન વેપારી માર્ગ પણ બદલાય. સ્વેન હેડીનને માલૂમ પડયું કે તાજેતરમાં થોડાંક વરસો ઉપર તારીને નદીએ ફરી પાછો પોતાનો માર્ગ બદલ્યો અને તે તેને પહેલાંને માગે વહેવા લાગી. સરોવરે પણ આથી પિતાનું સ્થાન બદલ્યું. આજે તારીને નદી ફરી પાછી પ્રાચીન લાઉલન શહેરના અવશેષો પાસે થઈને વહે છે અને ૧૬૦૦ વરસ સુધી ન વપરાયેલે પ્રાચીન માર્ગ ફરી પાછે વપરાશમાં આવે એ સંભવિત છે. પરંતુ ઊંટની જગ્યા હવે મોટરો લે એવો સંભવ છે. આથી કરીને લેપનારને ભમતું સરોવર કહેવામાં આવે છે. જળપ્રવાહ બદલાવાથી વિશાળ પ્રદેશ ઉપર કેવા ફેરફાર થાય છે અને તેને પરિણામે ઈતિહાસ ઉપર પણ કેવી
અસર થાય છે અને તને કંઈક ખ્યાલ આવે એટલા માટે તારીને ( નદી તથા લેપનાર સરોવરનાં ભ્રમણની વાત મેં તને કહી. આપણે
જોઈ ગયાં કે પ્રાચીન સમયમાં મધ્ય એશિયા મનુષ્યની વસતીથી તરવરી