Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન સુધી નીચે નમાવ્યું હતું કે તેની ક્ષમા યાચવા માટે તેને બરફમાં ઉઘાડે પગે ચાલીને જવું પડ્યું હતું અને પિપ કૃપા કરીને પિતાની પાસે આવવાની તેને પરવાનગી આપે ત્યાં સુધી ઈટાલીમાં આવેલા કેનેસાના તેના નિવાસસ્થાનની બહાર તેને એ સ્થિતિમાં ઉભા રહેવું પડ્યું હતું.
આપણે યુરોપના આ દેશે નિર્માણ થતા જોઈએ છીએ પરંતુ તે વખતે તેઓ આજના કરતાં ભિન્ન હતા – ખાસ કરીને તેના લેકે તે આજના કરતાં બિલકુલ ભિન્ન હતા. તેઓ પિતાને અંગ્રેજ, ફ્રેંચ કે જર્મન તરીકે નહોતા ઓળખાવતા. ગરીબ બીચારા ખેડૂત લેકની દશા અતિશય કંગાળ હતી અને તેમને દેશ કે ભૂગોળનું કશુંયે ભાન નહતું. પોતે પિતાના લેર્ડ અથવા માલિકના સર્ફ અથવા દાસ છે અને તેના હુકમ પ્રમાણે તેમણે ચાલવું જોઈએ એટલું જ તેઓ જાણતા હતા. જે તું કેઈઉમરાવને પૂછે કે તમે કોણ છે, તો તે કહેશે કે હું અમુક જગ્યાને લોર્ડ છું અને અમુક મોટા લેર્ડને અથવા રાજાને વૈરાલ કે સામન્ત છું. આ હતી ફક્યૂડલ વ્યવસ્થા અને તે યુરોપભરમાં પ્રસરેલી હતી.
જર્મનીમાં અને ખાસ કરીને ઉત્તર ઇટાલીમાં ધીમે ધીમે મોટાં મોટાં શહેરો ઊભાં થતાં આપણને માલૂમ પડે છે. પેરિસ તે વખતે પણ જાણીતું શહેર હતું. આ શહેર વેપારરોજગારનાં કેન્દ્રો હતાં અને ત્યાં આગળ ધનદેલત વધારે ને વધારે પ્રમાણમાં એકઠાં થતાં જતાં હતાં. આ શહેરને જોઈ લેકે અથવા ઉમરા પસંદ નહોતા અને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થયા કરતા હતા. પરંતુ એ ખેંચતાણમાં આખરે શહેરના ધનિક વર્ગને વિજ્ય થાય છે. તેઓ લઈ લેકિને પિસા ધીરે છે અને એ રીતે નાણાંની મદદથી અધિકારે તથા સત્તા ખરીદે છે. આ રીતે શહેરમાં ધીમે ધીમે એક નવો વર્ગ પેદા થાય છે અને તેને ફફ્યુડલ સમાજવ્યવસ્થા સાથે મેળ ખાતો નથી.
આમ યુરોપમાં ફ્યુડલ વ્યવસ્થા પ્રમાણે સમાજ અનેક ઘરોમાં વહેંચાયેલે આપણને માલૂમ પડે છે. એ સમાજવ્યવસ્થા ચર્ચ યા ખ્રિસ્તી ધર્મતત્રે પણ માન્ય રાખી હતી. તેને તેણે પોતાના આશીર્વાદ આપ્યા હતા. રાષ્ટ્રીયતાની ભાવના તે તે સમયે હતી જ નહિ. પરંતુ તે સમયે આખા યુરોપમાં, ખાસ કરીને તેના ઉપલા વર્ગોમાં ખ્રિસ્તી જગતની ભાવના સર્વત્ર પ્રચલિત હતી. યુરોપની બધી ખ્રિસ્તી પ્રજાઓ એ ભાવનાથી એકબીજા સાથે સંકળાયેલી હતી. આ ભાવનાને પ્રચાર કરવામાં ચર્ચ યા ખ્રિસ્તી ધર્મતંત્ર પણ મદદ કરતું હતું કેમકે એથી