Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દિલ્હીના ગુલામ આદશાહો
૩૯
લાગ્યા હતા. હવે તે અહીં પરદેશી રહ્યા નહાતા. અલાઉદ્દીન એક હિંદુ સ્ત્રીને પરણ્યા હતા અને તેના પુત્ર પણ હિંદુ સ્ત્રીને પરણ્યા હતા.
અલાઉદ્દીનના અમલ દરમ્યાન રાજ્યવહીવટ કંઈક વ્યવસ્થિત અને પદ્ધતિસરના કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોય એમ લાગે છે. સૈન્યની હિલચાલ માટે રસ્તા વગેરે અવરજવરનાં સાધના ખાસ કરીને વ્યવસ્થિત રાખવામાં આવતાં હતાં. અલાઉદ્દીન લશ્કર ઉપર ખાસ લક્ષ આપતા હતા. તેણે તેને ખૂબ બળવાન બનાવ્યું હતું અને તેની મદદથી ગુજરાત તથા દક્ષિણના ઘણા પ્રદેશ તેણે જીતી લીધા. તેના સેનાપતિ દક્ષિણમાંથી અઢળક દોલત લઈને પાળે કર્યાં. એમ કહેવાય છે કે તે ૫૦,૦૦૦ મણ સાનું, હીરામાણેક વગેરે પુષ્કળ ઝવેરાત, ૨૦,૦૦૦ ધાડા અને ૩૧૨ હાથી લાબ્યા હતા.
વીરતા અને શૈાના ધામરૂપ તથા ધૈયથી ઊભરાતું ચિતાડ તે સમયે પણ જુનવાણી રહ્યુ હતું અને યુદ્ધની જરીપુરાણી નીતિ-રીતિને વળગી રહ્યુ હતું એટલે અલાઉદ્દીનના શિસ્તબદ્ધ અને કુશળ લશ્કરે તેને પરાસ્ત કર્યું. ૧૩૦૩ની સાલમાં ચિતોડને લૂંટી લેવામાં આવ્યું. ચિતોડના કિલ્લાનાં પુરુષ તથા સ્ત્રીએએ પ્રાચીન પ્રથાને અનુસરીને જૌહર કર્યા પછી જ તે લૂંટી શકાયું. હારી જવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને જીતવાના કાઈ પણ ઉપાય ન રહે ત્યારે અણીને પ્રસ ંગે છેવટના ઉપાય તરીકે જૌહર કરવામાં આવે છે. તે અનુસાર, પુરુષવર્ગ મરિણયા થઈ ને કેસિરયાં કરવા નીકળી પડે છે અને શત્રુઓ સામે ઝૂઝતા ઝૂઝતો રણક્ષેત્રમાં મરે છે અને સ્ત્રીએ ચીતા ખડકીને બળી મરે છે. ખાસ કરીને સ્ત્રીઓને માટે તો આ વસ્તુ અતિશય કારમી હતી.. સ્ત્રીઓ પણ હાથમાં તરવાર લઈ નીકળી પડીને લડતી લડતી રણક્ષેત્ર ઉપર મરતી હાત તા વધારે સારું. એ ગમે તેમ હા, પણ કાઈ પણ સંજોગામાં ગુલામી અને અધાતિ વહેારવા કરતાં મરણુ બહેતર હતું. કેમકે તે સમયે તે લડાઈમાં હારી જવું એટલે ગુલામી અને અધાગિત વહારવાં.
દરમ્યાન હિંદના લકા એટલે કે હિંદુએ ધીમે ધીમે મુસલમાન થતા જતા હતા. પરંતુ આ ક્રિયા ધીમી હતી. કેટલાક લેાકાએ ઇસ્લામથી આકર્ષાઈ ને પોતાના ધમ બલ્યા, કેટલાકએ ખીકના માર્યા તેમ કર્યું, અને કેટલાકે વિજયને પક્ષે રહેવાની સ્વાભાવિક ભાવનાથી પ્રેરાઈ ને ધર્મ બદલ્યે. પણ ધમ પલટાનું પ્રધાન કારણ તે
૭-૨૪