Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચંગીઝખાં એશિયા તથા યુરેપને ધ્રુજાવે છે ૩૦૩ કર્યો અને છેક પિડ તથા મધ્ય યુરોપ સુધી તેઓ પહોંચી ગયા. તેમને રોકનાર કોઈ નહોતું. હિંદ તે કેવળ અકસ્માતથી જ તેમનાથી - બચી ગયું. આ જ્વાળામુખીના ફેટથી યુરોપ તથા એશિયાના લેક કેવા આભા બની ગયા હશે એ આપણે સારી પેઠે કલ્પી શકીએ એમ છીએ. જેની આગળ માણસ લાચાર અને અસહાય બની જાય છે એવી ધરતીકંપ જેવી નૈસર્ગિક આપત્તિ સમાન એ ઘટના હતી.
મંગેલિયાના આ ગેપ લેકે બહુ ખડતલ અને હાડમારીથી ટેવાયેલા હતા. ઉત્તર એશિયાનાં વિશાળ મેદાનોમાં તેઓ તંબૂ તાણીને રહેતા હતા. પરંતુ તેમણે અસાધારણુ શક્તિશાળી સરદાર પેદા ન કર્યો હેત તે તેમનું બળ તથા આકરી તાલીમ તેમને કશા કામમાં ન આવત. એ સરદારનું નામ ચંગીઝખાન હતું. ૧૧૫૫ની સાલમાં તે જમ્યો હતો અને તેનું મૂળ નામ તિમુચીન હતું. તેને પિતા યેસુગીબગાતુર તેની બાલ્યાવસ્થામાં જ મરણ પામ્યો હતો. બગાતુર” એ મંગલ ઉમરાવોનું પ્રિય ઉપનામ હતું. એને અર્થ “વીર પુરુષ” થાય છે. અને હું ધારું છું કે ઉર્દૂ શબ્દ “બહાદુર” એમાંથી જ ઊતરી આવ્યો છે.
ચંગીઝ જે કે માત્ર દશ વરસને બાળક હતું અને એને સહાય કરનાર કોઈ નહોતું પણ તેણે ઉત્તરોત્તર વધારે ને વધારે મંથન કર્યા જ કર્યું અને અંતે પિતાના પ્રયાસમાં તે સફળ થે. ધીરે ધીરે તે આગળ ને આગળ વધતે જ ગયે અને આખરે મંગલેની મોટી સભા –એને ‘કુરલતાઈ’ કહેતા – મળી અને તેણે તેને “મહાન ખાન” અથવા કાગન” અથવા સમ્રાટ ચૂંટી કાઢ્યો. એ પહેલાં થોડાં વરસ ઉપર . એને “ચંગીઝ” નામ આપવામાં આવ્યું હતું.
મંગેલને ગુપ્ત ઈતિહાસ” એ નામનું પુસ્તક ૧૩મી સદીમાં લખાયું હતું. ૧૪મી સદીમાં તે ચીનમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. તેમાં તેની ચૂંટણીનું આ પ્રમાણે વર્ણન છે: “અને આ રીતે બનાતના તંબૂઓમાં રહેનારી બધી જાતિઓ એક જ સરદારની આગેવાની નીચે
ચિત્તા” નામના વરસમાં એકત્ર થઈ ત્યારે એ બધી જાતિઓ અનાન નામની નદીના મૂળ આગળ ભેગી થઈ અને નવ પાયાવાળા દંડ ઉપર - સફેદ વાવટો ફરકાવી તેમણે ચંગીઝને કાગનને ઈલ્કાબ અર્પણ કર્યો.”
ચંગીઝ મહાન ખાન અથવા તે કાગનું બન્યું ત્યારે તેની ઉંમર એકાવન વર્ષની હતી. એ સમયે એ બહુ યુવાન તે નહતા જ, અને ઘણુંખરા લેકે તે એ ઉંમરે શાંતિ અને આરામ ચાહે છે. પણ આ