Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચંગીઝખાં એશિયા તથા યુરેપને ધ્રુજાવે છે ૩૭૫ હિંદમાં એ સમયે ગુલામ વંશનો અમલ હતો. ઈરાન, મેસોપોટેમિયા તથા છેક હિંદની સરહદ સુધી વિસ્તરેલું ખારઝમ અથવા ખીવનું મહાન મુસલમાની રાજ્ય હતું. સમરકંદ તેની રાજધાની હતી. એની પશ્ચિમે સેજુક લોકોનો મુલક હતો અને મીસર તથા પેલેસ્ટાઈનમાં સલાદીનના વંશજો રાજ્ય કરતા હતા. બગદાદની આસપાસ એજુકેના રક્ષણનીચે ખલીફ રાજ્ય કરતે હતો.
આ સમય પાછલી ઝંડોને હતો. હેહેનકેન વંશને બીજો ફ્રેડરિક એ સમયે પવિત્ર રોમન સામ્રાજ્યનો સમ્રાટ હતો. ઇંગ્લંડમાં એ મૅગ્નાકા અને તે પછી સમય હતો. ફ્રાંસમાં ૯ મો લૂઈ રાજ્ય કરતા હતા. તે ફ્રડમાં ગયે હતો અને ત્યાં તુર્કીને હાથે પકડાય હતો. પછીથી દામ આપીને તેને છેડાવવામાં આવ્યું હતું. પૂર્વ યુરોપમાં રશિયા બે રાજ્યોમાં વહેંચાયેલું હતું. તેના ઉત્તરના ભાગમાં વગેરેડનું અને દક્ષિણના ભાગમાં કીવનું રાજ્ય હતું. રશિયા અને પવિત્ર સામ્રાજ્ય વચ્ચે હંગરી અને પોલેંડ હતાં. કન્સાન્ટિનેપલની આસપાસના પ્રદેશમાં બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય હજી ટકી રહ્યું હતું.
પિતાની છતો માટે ચંગીઝે બહુ કાળજીથી તૈયારી કરી હતી. તેણે પિતાના લશ્કરને તાલીમ આપી હતી એટલું જ નહિ પણ પિતાના ઘોડાઓને પણ તેણે તાલીમ આપી હતી અને એક ઘોડે મરતાં સૈનિકની પાસે બીજે ઘેડે પહોંચી જાય એવી યેજના કરી હતી; કેમકે ગેપ લેકને માટે તે ઘડાઓ કરતાં બીજી કઈ પણ વસ્તુ વધારે મહત્ત્વની નથી. પછી તેણે પૂર્વ તરફ કૂચ કરી અને ઉત્તર ચીન તથા મંચૂરિયાના કિન” સામ્રાજ્યને લગભગ ખતમ કરી નાખ્યું અને પિકિંગને કબજે લીધે. તેણે કરિયાને પણ હરાવ્યું. દક્ષિણના સંગે જેડે તેને સારાસારી હોય એમ જણાય છે. કિન તારેની સામે તેમણે તેને મદદ પણ કરી. પરંતુ તેમના પછી એમને વારે પણ આવવાને હતો એની તેમને ખબર નહોતી. પછીથી ચંગીઝે તંગુતેને પણ જીતી લીધા.
આ જીત મેળવ્યા પછી ચંગીઝે આરામ લેવાનું પસંદ કર્યું હોત. કેમકે પશ્ચિમ તરફ ચડાઈ કરવાની તેની ઈચ્છા હોય એમ જણાતું નથી. શાહ અથવા તે ખારઝમના બાદશાહ જોડે તે મૈત્રીને સંબંધ રાખવા ચહાતા હતા. પરંતુ એમ બનનાર નહેતું. લેટિનમાં એક કહેવત છે કે, દેવો જેમનો નાશ કરવા ઇચ્છતા હોય તેમની બુદ્ધિ