Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૭૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેઓ પ્રથમ વિપરીત કરી નાખે છે. ખારઝમને શાહ પિતાનો વિનાશ વહેરવા જ તત્પર થયેલે લાગતો હતો અને એ માટે પોતાનાથી બનતું બધું તેણે કહ્યું. તેના એક સૂબાએ મંગેલ વેપારીઓની કતલ કરી. આમ છતાં પણ ચંગીઝ તેની સાથે સુલેહશાંતિ રાખવા ચહાતા હતા અને પિતાના એલચીઓ મોકલીને તેણે પેલા સૂબાને શિક્ષા કરવાની માગણી કરી. પણ મિથ્યાભિમાની અને પિતાના મહત્વના તેરથી ભરેલા બેવકૂફ શાહે આ એલચીઓનું અપમાન કર્યું એટલું જ નહિ પણ પછીથી તેમની કતલ પણ કરાવી. ચંગીઝ આ અવગણના સાંખી શકે એમ નહોતું. પરંતુ તેણે કશી ઉતાવળ ન કરી. તેણે કાળજીપૂર્વક બધી તૈયારી કરી અને પછી પોતાની સેના સાથે પશ્ચિમ તરફ કૂચ આરંભી.
૧૨૧૯ની સાલમાં આરંભાયેલી આ કૂચે એશિયાની તથા ડેઘણે અંશે યુરોપની આ નવા આવતા દારુણ વિનાશ વિષે અને ઉઘાડી. શહેરેને અને લાખો માણસનો કચ્ચરઘાણ કાતું અટળપણે ધસતું આ પ્રચંડ દળ આગળ વધવા લાગ્યું. ખારઝમનું સામ્રાજ્ય હતું ન હતું થઈ ગયું. અનેક મહેલાતથી ભરેલું દશ લાખથીયે વધારે વસતી વાળું ભવ્ય બુખારા શહેર બાળીને ખાખ કરવામાં આવ્યું. રાજધાની સમરકંદને પણ નાશ કરવામાં આવ્યો અને ત્યાં વસતા દશ લાખ માણસોમાંથી માત્ર પચાસ હજાર માણસે જીવતા રહ્યા. હેરાત અને બખ તથા બીજાં અનેક આબાદ શહેરને નાશ કરવામાં આવ્યું. કેટલાયે લાખ માણસે મરાયાં. સૈકાઓ થયાં ખીલેલાં કળા તથા કારીગરી અદશ્ય થયાં અને ઈરાન તથા મધ્ય એશિયામાંથી જાણે સભ્ય જીવનનો અંત આવ્યું. ચંગીઝ જ્યાં થઈને પસાર થયે તે બધા પ્રદેશ રણ સમાન વેરાન બની ગયા.
ખારઝમના શાહને પુત્ર આ ઘોડાપુરની સામે બહાદુરીથી ઝઝ. પાછળ હતો હતો તે છેક સિંધુ નદી સુધી આવી પહોંચે અને ત્યાં પણ તેના ઉપર ભારે દબાણ થતાં ઘેડા ઉપર સવાર થઈને ૩૦ ફૂટ ઊંચેથી એ મહા નદીમાં કૂદી પડ્યો અને તરીને સામે પાર નીકળી ગયે. દિલ્હીના દરબારમાં એને આશ્રય મળે. હવે એની પૂઠ પકડવાનું ચંગીઝને ઉચિત ન લાગ્યું.
ભાગ્યવશાત એજુક તુર્કી તથા બગદાદ બચી ગયાં. તેમની શાંતિને ભંગ ન કરતાં ચંગીઝે ઉત્તર તરફ રશિયામાં કૂચ કરી. તેણે