Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દિલહીના ગુલામ બાદશાહે
૩૧૭ તે ઉપરથી એ સુલતાનને વંશ ગુલામ વંશ કહેવાય છે. તેઓ સારી પેઠે ઝનૂની હતા અને વિજય મેળવવાની સાથે સાથે મેટી મોટી ઇમારત તથા પુસ્તકાલયનો તેમણે નાશ કર્યો તથા પ્રજામાં ભારે છે ત્રાસ વર્તાવ્યો. તેમને ઈમારતે બાંધવાનો પણ શેખ હતા અને ઇમારતમાં બીજી કોઈ વસ્તુ કરતાં તેમનું મોટું કદ તેમને વધારે પસંદ હતું. દિલ્હી પાસે આવેલ ભવ્ય કુતુબમિનાર કુતબુદ્દીને બાંધવો શરૂ કર્યો હતે. એ મિનારાને તને સારો પરિચય છે. કુતબુદ્દીનના વારસ અતમશે એ મિનારાનું બાંધકામ પૂરું કર્યું અને તેની પાસે સુંદર કમાને બંધાવી. એ કમાને આજે પણ મોજૂદ છે. આ બાંધકામોને ઘણેખર સરસામાન હિંદની પ્રાચીન ઇમારતે, ખાસ કરીને મંદિરમાંથી લેવામાં આવ્યા હતા. અલબત બાંધનાર મોટા મોટા શિલ્પીઓ તે બધા હિંદીઓ જ હતા, પરંતુ મેં આગળ કહ્યું છે તેમ મુસલમાનોની સાથે આવેલા નવા વિચારોની તેમના ઉપર સારી પેઠે અસર થઈ હતી.
મહમૂદ ગઝનીથી માંડીને હિંદ ઉપર ચડાઈ કરનારા બધા હુમલાખોરો તેમની સાથે સંખ્યાબંધ હિંદી કારીગરે અને શિલ્પીઓ લઈ ગયા હતા. આ રીતે હિંદી સ્થાપત્યની અસર મધ્ય એશિયા સુધી ફેલાઈ હતી.
બિહાર અને બંગાળ અફઘાનોએ સહેલાઈથી જીતી લીધાં. તેઓ ભારે સાહસિક હતા અને અચાનક છાપ મારીને તેમની સામે પિતાના બચાવ માટે લડતા રાજાઓને ગભરાવી મૂકતા હતા. આવાં સાહસ ખેડનારાઓને જ મોટે ભાગે સફળતા મળે છે. બંગાળની છત એ કાર્ટીસ તથા પિઝેરેની અમેરિકાની છત જેટલી જ આશ્ચર્યકારક છે.
અલ્તમશના અમલ દરમ્યાન એટલે કે, ૧૨૧૧થી ૧૨૩૬ની સાલના અરસામાં હિંદુસ્તાનની સરહદ ઉપર એક ભયંકર વાદળું ઝઝૂમી રહ્યું હતું. એ ચંગીઝની સરદારી નીચેનું મોગલનું દળ હતું. પિતાના એક દુશ્મનની પૂઠ પકડતે પકડતે તે છેક સિંધુ નદી સુધી આવી પહોંચ્યો હતો, પરંતુ ત્યાં જ તે અટકી ગયો અને હિંદુસ્તાન તેના પંજામાંથી બચી ગયું. લગભગ ૨૦૦ વરસ પછી એના જ વંશને તૈમુર નામને સરદાર ભારે કતલ તથા સંહાર કરવાને હિંદ ઉપર ચડી આવ્યા હતા. જો કે ચંગીઝ હિંદમાં ન આવ્યું પરંતુ એ પછી ઘણું મંગલે વારંવાર હિંદ ઉપર હુમલે કરવા લાગ્યા. કેટલીક વાર તે તેઓ છેક લાહેર સુધી આવી પહોંચતા. તેઓ અહીં કેર વર્તાવી મૂકતા