Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૭૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન આર્થિક હતું. મુસલમાન સિવાયના લેકને માથાદીઠ એક ખાસ પ્રકારને કર–જયિા વેર – આપવો પડત. ગરીબો માટે આ ભારે બોજારૂપ હતા. ઘણાઓએ તે કેવળ એ વેરામાંથી ઊગરવા માટે ધર્મ બદલ્યું હોવાનો સંભવ છે. ઉચ્ચ વર્ગના લેકામાં રાજદરબારની કૃપાદૃષ્ટિ તથા મોટા હોદ્દા મેળવવાના મરથી એ ધર્મ પલટાને પ્રધાન હેતુ હતો. દક્ષિણના મુલક જીતનાર અલાઉદ્દીનને મહાન સેનાપતિ મલેક કાફૂર હિંદુમાંથી મુસલમાન થયું હતું.
દિલ્હીના બીજા એક સુલતાન વિષે પણ મારે તને કહેવું જોઈએ. તે એક અસામાન્ય પુરૂષ હતું. તેનું નામ મહંમદ-બિન-તઘલખ હતું. તે ભારે વિદ્વાન હતા અને ફારસી તથા અરબી ભાષામાં પારંગત હતો. તેણે તત્ત્વજ્ઞાન તથા પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો એટલું જ નહિ પણ ગ્રીક ફિલસૂ કીનો પણ અભ્યાસ કર્યો હતે. ગણિત, વિજ્ઞાન તથા વૈદકનું પણ તેને થોડું જ્ઞાન હતું. તે બહાદુર હતો અને તેના જમાના માટે તે તે અઠંગ વિદ્વાન અને ચમત્કૃતિ સમાન હતું. આમ છતાંયે એ અઠંગ વિદ્વાન નિર્દયતાના અવતાર સમે હતા, અને સાવ ગાડે હેય એમ જણાય છે. પિતાના બાપને મારીને તે ગાદીએ આવ્યો. ઈરાન તથા ચીન જીતવાના વિચિત્ર પ્રકારના ખ્યાલે એના મગજમાં હતા. સ્વાભાવિક રીતે જ એમાં એ સાવ નિષ્ફળ નીવડ્યા, પરંતુ પિતાની રાજધાની દિલ્હીને નાશ કરવાને એને નિર્ણય એ એનું સૌથી જાણીતું પરાક્રમ છે. એનું કારણ એ હતું કે શહેરના કેટલાક લેકાએ નનામી જાહેરાતથી એની રાજનીતિની ટીકા કરવાની ધૃષ્ટતા કરી હતી. રાજધાની દિલ્હીથી દક્ષિણમાં હાલના નિઝામના રાજ્યની સરહદમાં આવેલા દેવગીરીમાં બદલવાનો તેણે હુકમ કર્યો. તેણે એને લતાબાદ નામ આપ્યું. ઘરમાલિકોને થોડુંક વળતર આપવામાં આવ્યું અને પછી એકપણ અપવાદ વિના દરેક નગરવાસીને ત્રણ દિવસની અંદર દિલહી છોડવાને હુકમ કરવામાં આવ્યો.
ઘણાખરા લેકાએ શહેર છેડયું. થોડાઘણું ત્યાં છુપાઈ રહ્યા. પરંતુ એવાઓ પકડાતાં તેમને ક્રૂર શિક્ષા કરવામાં આવી. આવી રીતે એક આંધળા અને એક લકવાથી પીડાતા માણસને પણ શિક્ષા કરવામાં આવી હતી. દિલ્હીથી દોલતાબાદને રસ્તા ૪૦ દિવસ હતો. આ પ્રવાસ દરમ્યાન લોકેના કેવા ભયંકર હાલ થયા હશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. કેટલાક તે રસ્તે જ મરણને શરણ થયા હશે.