Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કોરબા અને ગ્રેનેડા
३२९ સ્પેનના અમીર જેડે તેને ઝઘડો થયે અને તેને દેશનિકાલ કરવામાં આવ્યું હતું. એ પછી તે પેરિસમાં જઈ રહ્યો હતે.
- યુરોપના બીજા ભાગની પેઠે સ્પેનમાં પણ ક્યૂડલ વ્યવસ્થા હતી. ત્યાં પણ મોટા અને બળવાન અમીરઉમર ઊભા થયા અને તેમની તથા રાજકર્તા અમીરની વચ્ચે વારંવાર લડાઈ થયા કરતી. બહારના હુમલાઓ કરતાં આ આંતરવિગ્રહે સ્પેનના આરબ રાજ્યને વધારે નબળું પાડ્યું. વળી એ જ અરસામાં ઉત્તર સ્પેનમાં આવેલાં નાનાં ખ્રિસ્તી રાજ્યનું બળ વધતું જતું હતું અને તેઓ આરબોને પાછળ ધકેલતાં જતાં હતાં.
૧૦૦૦ની સાલના અરસામાં, એટલે કે ખ્રિસ્તી સહસ્ત્રાબ્દને અંતે અમીરનું રાજ્ય લગભગ આખા સ્પેન ઉપર ફેલાઈ ગયું હતું. દક્ષિણ ક્રાંસના થડા ભાગને પણ તેમાં સમાવેશ થતો હતે. પરંતુ થોડા જ વખતમાં તેનું પતન થવા લાગ્યું અને સામાન્ય રીતે બને છે તેમ આંતરિક નબળાઈ એ તેના પતનનું કારણ હતું. કળા, વૈભવ અને ઉદાર ભાવનાવાળી સુમનહર આરબ સંસ્કૃતિ પણ આખરે તે તવંગરોની સંસ્કૃતિ હતી. ભૂખે મરતા ગરીબોએ બળવો કર્યો અને મજૂર લેકેનાં હુલ્લડે થવા લાગ્યાં. આંતરવિગ્રહ ધીમે ધીમે ફેલાવા લાગે અને પ્રાંત મધ્યસ્થ સત્તાથી છૂટા પડી ગયા. અને એ રીતે સ્પેનનું આરબ સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. આમ અંદર અંદર કુસંપ હોવા છતાં આર હજીયે ટકી રહ્યા અને છેક ૧૨૩૬ની સાલમાં આખરે કોરડાબા કંસ્ટાઈલના ખ્રિસ્તી રાજાને હાથ ગયું.
આરબોને દક્ષિણમાં હાંકી કાઢવામાં આવ્યા છતાયે તેઓ સામને કરતા જ રહ્યા. દક્ષિણ પેનમાં તેમણે ગ્રેનેડાનું નાનકડું રાજ્ય સ્થાપ્યું અને ત્યાં તેઓ વળગી રહ્યા. કદની દૃષ્ટિએ જોતાં તે આ રાજ્ય નાનકડું હતું પરંતુ તેણે નાના સ્વરૂપમાં અરબી સંસ્કૃતિને ફરીથી સરજી. હજી આજે પણ ગ્રેનેડામાં પ્રખ્યાત “અલહમ્રા', તેની મનોહર કમાને, સુંદર સ્તંભ તથા અરબસ્ક સહિત ઊભે છે અને ગત દિવસનું સ્મરણ કરાવે છે. એના મૂળ અરબી નામ “અલહમ્ર”નો અર્થ રાતે મહેલ થાય છે. ઇસ્લામની પ્રેરણાની અસરને પરિણામે બંધાયેલી આરબ શૈલીની તેમજ બીજી ઇમારતમાં જે સુંદર આકૃતિઓ આપણું જોવામાં આવે છે તેને અરબસ્ક કહેવામાં આવે છે. ઇસ્લામ મનુષ્યની આકૃતિ ચીતરવાનું ઉત્તેજન નથી આપતે એથી કરીને શિલ્પીઓ ઝીણવટભરી