Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન જંકફર્ટ અને એવાં બીજાં ઘણયે નગર ઊભાં થયાં હતાં. અહીં જર્મનીમાં ફ્રેડરિકની નીતિ જુદી હતી. ઉમરા અને ફયૂડલ લૉર્ડોની એટલે પિતાના સામે તેની સત્તા ઘટાડવાના હેતુથી તેણે સ્વતંત્ર જર્મન નગરને પિતાનો ટેકે આગે.
રાજાના પદની બાબતમાં હિંદની પ્રાચીન માન્યતા શી હતી એ મેં તને ઘણે પ્રસંગે કહ્યું છે. એક પ્રાચીન આર્યોના સમયથી માંડીને અશોકના સમય સુધી અને અર્થશાસ્ત્ર'થી શુક્રાચાર્યના નીતિસાર સુધી ફરી ફરીને કહેવામાં આવ્યું છે કે રાજાએ પ્રજામત આગળ નમવું જ જોઈએ. પ્રજા એ જ અંતિમ સત્તાધીશ છે. આ બાબતમાં હિંદને સિદ્ધાંત આ હત; જે કે વ્યવહારમાં, બીજી જગ્યાની જેમ અહીં પણ રાજાઓ સારી પેઠે આપખુદ હતા. એની સાથે યુરોપની એ વિષેની પ્રાચીન માન્યતાની તુલના કરી છે. તે સમયના રાજનીતિના પંડિતના મત અનુસાર સમ્રાટના હાથમાં નિરંકુશ સત્તા હતી. એની ઇચ્છા તે જ કાયદે, “સમ્રાટ એ તે પૃથ્વી ઉપર જીવતાજાગતે કાયદો છે” એવું તેમનું કહેવું હતું. ફ્રેડરિક બારબેરેઝા પિતે પણ કહે કે, “રાજાને કાયદા બતાવવા એ નહિ પણ તેના હુકમનું પાલન કરવું એ પ્રજાનું કર્તવ્ય છે.'
ચીનની માન્યતા સાથે પણ તું આ યુરેપી માન્યતાની તુલના કરી છે. ત્યાં આગળ રાજા અથવા સમ્રાટને “ઈશ્વરપુત્ર’ એવા આડંબરભર્યા નામે સંબોધવામાં આવતું. પરંતુ એ ઉપરથી આપણી ગેરસમજ ન થવી જોઈએ. સિદ્ધાંતમાં તે તેની સ્થિતિ યુરોપના સર્વ સત્તાધીશ સમ્રાટ કરતાં ઘણી જુદી હતી. મંગ-સે નામના એક પ્રાચીન ચીની લેખકે લખ્યું છે કે, “દેશમાં પ્રજા એ સૈથી મહત્વનું અંગ છે; એ પછી ભૂમિની, અને પાકની ઉપયોગી દેવતાઓ છે અને મહત્ત્વની દૃષ્ટિએ રાજા છેલ્લે આવે છે.”
આમ યુરોપમાં સમ્રાટને પૃથ્વી ઉપર સર્વોપરી ગણવામાં આવતું હતું. રાજાઓના દૈવી અધિકારને ખ્યાલ પણ એમાંથી જ ઉભવ્ય હતે. અલબત, વ્યવહારમાં તે તે લગીરે સર્વોપરી નહે. તેના ચૂડલ વૅસલે અથવા સામતે ભારે ફિતૂરી હતા અને આપણે આગળ ઉપર જોઈશું કે, સત્તામાં પિતાને હિરસે મેળવવાને દાવો કરનાર વર્ગો શહેરના ઉદયની સાથે તેમાં પણ ઊભા થવા લાગ્યા હતા. બીજી