Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉદય થવા લાગે જેમાં દેશના જુદા જુદા ભાગે તથા નગરમાંથી નાઈ ટે એટલે કે જમીનદારે અને નાગરિકોને મોકલવામાં આવતા. આ ઈંગ્લંડની પાર્લમેન્ટનો આરંભ હતે. નાઈટ તથા નાગરિકની આમની સભા–હાઉસ ઓફ કોમન્સ–બની અને અમીર ઉમરાવો તથા બિશપ એટલે કે પરગણાઓના ધર્માધિકારીઓની ઉમરાવ સભા – હાઉસ ઓફ લે — બની. આરંભમાં બે સભાઓની બનેલી આ પાર્લામેન્ટ પાસે નહિ જેવી જ સત્તા હતી, પરંતુ ધીમે ધીમે તેની સત્તા વધતી ગઈ. છેવટે, રાજા અને પાર્લામેન્ટ એ બેમાં સર્વોપરી કેણ એ નકકી કરવાની અંતિમ કસોટીને સમય આવી પહોંચ્યો. એ કસોટીની ખેંચતાણમાં રાજાએ પિતાનું માથું ખોયું અને પાર્લામેન્ટ નિર્વિવાદ સર્વોપરિતા પ્રાપ્ત કરી. પરંતુ આ ઘટના ચાર વરસ પછી સત્તરમી સદીમાં બનવાની હતી.
કાંસમાં પણ એવા જ પ્રકારની સભા હતી. એ ત્રણ વર્ગોની સભા કહેવાતી. આ ત્રણ વર્ગો આ પ્રમાણે હતાઉમરા, ચર્ચના અધિકારીઓ તથા આમ પ્રજા. રાજાની ઈચ્છા હોય ત્યારે કેઈક વખતે એ સભાની બેઠક મળતી. પરંતુ એવી બેઠકે બહુ ઓછા પ્રમાણમાં થતી અને ઈંગ્લડની પાર્લામેન્ટ જે સત્તા પ્રાપ્ત કરી તે મેળવવામાં એ સભા સફળ થઈ નહિ. રાજાઓની સત્તા તૂટે તે પહેલાં ફ્રાંસમાં પણ તેના એક રાજાને પિતાનું માથું ગુમાવવું પડ્યું.
પૂર્વમાં ગ્રીક લેકેનું પૂર્વનું રોમન સામ્રાજ્ય હજી ટકી રહ્યું હતું. આરંભકાળથી જ તે એક યા બીજા દુશ્મન જોડે લડતું રહ્યું હતું અને ઘણી વાર તે તે ખતમ થઈ જવાની અણી ઉપર આવી પડતું. પરંતુ પ્રથમ ઉત્તરના બર્બર લેકેના તથા પછીથી મુસલમાનોના હુમલાઓ સામે તે ટકી રહ્યું. રશિયન, બગેરિયને, આરબો કે સેજુક તુર્કી વગેરેના તેના ઉપર થયેલા હુમલાઓ કરતાં સૌથી વધારે હાનિકારક અને વિઘાતક હુમલે ક્રઝરને હતે. કોઈ પણ વિધર્મીઓ કરતાં આ ખ્રિસ્તી લડવૈયાઓએ ખ્રિસ્તી કાન્ટિનોપલને વધારે નુકસાન કર્યું.
આ ભયાનક આપત્તિમાંથી એ સામ્રાજ્ય તથા તેનું પાટનગર કન્ઝાન્ટિનોપલ ફરી પાછું કદી બેઠું થયું નહિ.
પશ્ચિમ યુરોપની દુનિયા પૂર્વ સામ્રાજ્ય વિષે બિલકુલ અજાણ હતી. એની તેને લેશમાત્ર પરવા નહોતી. એને “ખ્રિસ્તીઓની દુનિયાના એક અંગ તરીકે પણ ભાગ્યે જ લેખવામાં આવતું હતું. એની ભાષા ગ્રીક હતી જ્યારે પૂર્વ યુરોપના વિદ્વાનોની ભાષા લેટિન હતી. પરંતુ,